ગુજરાતમાં કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના અગ્રણીઓ વંડી ઓળંગી કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે મોટા ભાગે ભાજપ કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પક્ષોમાં ભંગાણ સર્જી રહ્યું છે બીજીબાજુ અરવલ્લી જીલ્લાના રાજકારણમાં ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર જાહેર કર્યા પછી સતત ભાજપમાં ભંગાણ સર્જાતા જીલ્લા અને તાલુકાના ભાજપ મોવડી મંડળમાં હડકંપ મચ્યો છે મોડાસા વિધાનસભા બેઠકના પ્રભારી અને ભાજપ જીલ્લા ઉપાધ્યક્ષે પાર્ટીમાંથી રાજીનામુ આપી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જતા માહોલ ગરમાયો છે.અરવલ્લી જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ જયંતીસિંહ ઝાલાએ ચૂંટણી ટાણે બાયડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કમળનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે મોડાસા વિધાનસભા બેઠકના પ્રભારીએ રાજીનામુ ધરી દેતા તેમની સતત પાર્ટીમાં અવગણના થતી હોવાનો રાગ આલાપ્યો હતો અરવલ્લી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ જયવંતસિંહ ઝાલાએ પક્ષ માંથી રાજીનામુ ધરી કોંગ્રેસનો પંજો પકડતા ભાજપમાં સોંપો પડી ગયો છે ભાજપના નેતાનું કોંગ્રેસી કરણ થતા કાર્યકરો ગેલમાં આવી ગયા છે જીલ્લામાં ભાજપના અગ્રણી હોદ્દેદ્દારો અને કાર્યકરોમાં પક્ષમાં સતત અવગણના થતી હોવાની ગપસપ ચાલી રહી છે
BJP મોડાસા વિધાનસભા બેઠકના પ્રભારી જીલ્લા ઉપાધ્યક્ષ કોંગ્રેસમાં જોડાતા ભૂકંપ : ભાજપના દિગ્ગ્જ નેતાએ કમળનો સાથ છોડયા
Advertisement
Advertisement