33 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી : ભિલોડામાં તસ્કરરાજ, મેઈન બજારમાં ચોરીનો ઉપદ્રવ વધતા વેપારીઓમાં ફફડાટ, નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા પ્રબળ માંગ


ત્રણ સ્થળે ચોરી થતા ભિલોડા બેઠકના ઉમેદવાર અને સમાજ સેવક રાજેન્દ્ર પારઘી પોલીસ સ્ટેશન પહોંચી પેટ્રોલિંગ વધારવા રજુઆતશિયાળાની સિઝન દરમિયાન ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો તેજગતિએ વધતા તસ્કર ટોળકી સક્રિય બનતા ચોરોઓનો ઉપદ્રવ વધવા માંડ્યો છે. અરવલ્લી જીલ્લાના ભિલોડામાં મેઈન બજારમાં તસ્કરો ત્રાટકી એક દુકાન અને કટલરીની લારીમાં હાથફેરો કરી ફરાર થઇ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ભિલોડા પંથકમાં ચોરીનો ગ્રાફ ઉંચે ચઢતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ભિલોડા નગરમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા લોક માંગ પ્રબળ બની છે.

Advertisement

ભિલોડાના ખાડીયા ચોકમાં રાત્રીના સુમારે તસ્કર ટોળકી ત્રાટકી ભીખાભાઇ ભાટીયાની દુકાનમાંથી 15 હજારના પતંગ અને ફીરકીની ચોરી કરી નજીકમાં કટલરીની લારીમાંથી ત્રણેક હજારના માલસામાન ચોરી કરી હતી તેમજ અન્ય ત્રણ દુકાનોમાં ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ કરી તસ્કર ટોળકી રફુચક્કર થઇ ગઈ હતી વહેલી સવારે ચોરીનો ભોગ બનનારા વેપારીઓને જાણ થતા તાબડતોડ દુકાને પહોંચ્યા હતા ખાડીયા ચોકમાં ચોરીની ઘટનાના પગલે મોટી સંખ્યામાં વેપારીઓ અને અગ્રણીઓ દોડી આવ્યા હતા અને છાસવારે ચોરીના બનતા અટકાવવા સ્થળ પર પહોંચેલી પોલીસને ઉગ્ર રજુઆત કરી નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ કરી હતી ભિલોડા પોલીસે ચોરી સ્થળે પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!