27 C
Ahmedabad
Monday, May 29, 2023

અરવલ્લી : શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ઇકો સ્પોર્ટ કારમાંથી વિદેશી દારૂના 854 પાઉચ સાથે સુરતના બુટલેગરને દબોચ્યો 


Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવવા અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલે ધામા નાખતા સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી ગઈ છે શામળાજી પોલીસ વિવિધ વાહનોમાં ઘુસાડાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી રહી છે અણસોલ ગમની સીમમાં ઇકો સ્પોર્ટ કારમાંથી 71 હજારથી વધુના વિદેશી દારૂ સાથે સુરત બારડોલીના બૂટલેગર અને કારમાં રહેલા શખ્સને ઝડપી લીધા હતા.શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરવાની સાથે બાતમીદારો સક્રિય કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે ઇકો સ્પોર્ટ કારમાં વિદેશી દારૂના પાઉચની ખેપ થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ઇકો સ્પોર્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂના પાઉચ નંગ-854 કીં.રૂ.71736/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક સાંવરલાલ મોહનલાલ કુંભાર (હાલ રહે,મોતા-સુરત) અને હજારીલાલ રેમતાજી ગુર્જર (રહે,બડાખોડા-રાજસ્થાન) ને ઝડપી પાડી વીદેશી દારૂ, કાર સહીત રૂ.3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન રાજસમંદના બુટલેગર કૈલાશ ભીલ અને કાર માલિક વ્યારાના કાર માલિક માદનસિંગ વિસાસિંગ રાવત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!