ગૃહમંત્રી અમિત શાહે મજાકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીએમ બનાવશો કહ્યું તો લોકો હા…માં…ભરાવી તો લોકોની ચુટકી લઇ ટકોર કરી CM નહીં PM બનાવવાના છે
ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતા અરવલ્લી જીલ્લાની ભિલોડા બેઠકના ઉમેદવાર બરંડાને વિજય બનાવી સૌથી વધુ વિકસિત તાલુકો બનશે
ભુપેન્દ્ર ભાઈને CM બનાવો એટલે 2024માં નરેન્દ્ર મોદી PM બનશે
કોંગ્રેસ અને રાહુલ પર આકરા પ્રહાર કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે અરવલ્લી જીલ્લાની ત્રણે બેઠકો પર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત છે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસામાં જંગી સભા સંબોધન કર્યા પછી ગૃહ મંત્રી અમિત શાહે ભિલોડામાં સભા ગજવી હતી ભિલોડા બેઠક પર પી.સી.બરંડાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી જીલ્લામાં યુવા મતદારોને આકર્ષવા સંબોધનની શરૂઆતમાં મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો કહીં યુવા મતદારોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો
દેશના ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠામાંથી અરવલ્લી જીલ્લાનું નિર્માણ કરી વિશ્વની સૌથી પુરાણી પહોડોની હારમાળા જીલ્લો બનતાની સાથે ભારતના નકશા પર ઉપસી આવી દેશમાં ગુંજતું કર્યું હતું રામ મંદિર અને કાશીમરમાં 370 આર્ટિકલ નાબુદી અંગે કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા કોરોનાની વિના મુલ્યે રસી, રાંધણ ગેસ અને વીજળી સહીતની સરકારી યોજનાઓના લાભ ગણાવ્યા હતા ગુજરાતના તીર્થધામના વિકાસ અને પાવાગઢની ધ્વજા રોહણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જશ આપ્યો હતો ભિલોડા બેઠક પરના ઉમેદવાર પી.સી.બરંડાને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી