31 C
Ahmedabad
Thursday, March 28, 2024

Gujarat Election 2022: 89 બેઠક માટે રાજકીય નેતાઓ લગાવ્યું એડીચોટીનું જોર, પ્રચાર પડઘમ શાંત


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર માટે મંગળવારે અંતિમ દિવસ રહ્યો. સાંજે 5 વાગ્યાથી રાજ્યના 19 જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો અને 1લી ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે. જોકે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા છેલ્લી ઘડી સુધી નેતાઓ આજે સભાઓ ગજવી હતી.

Advertisement

Advertisement

સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની અલગ-અલગ રેલીનું આયોજન કરાયું છે, જેમાં ભાવનગરમાં આજે જે.પી નડ્ડાનો રોડ શો યોજ્યા, જ્યારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.. એક્ટર પરેશ રાવલ સાવરકુંડલામાં અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દાહોદ, ઠાસરા, કપડવંજ અને અમરાઈવાડીમાં 4 સભાઓ ગજવી હતી.

Advertisement

Advertisement

તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો કર્યો હતો. પ્રથમ તબક્કા માટે 19 જિલ્લાની 89 બેઠકો પર 1લી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. આ માટે 788 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા નેતાઓ છેલ્લે સુધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતા જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!