27.4 C
Gujarat
Saturday, August 1, 2026
Home સત્તા સંગ્રામ 2022 બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને મતદારોનો સણસણતો સવાલ, જીત્યા પછી ભાજપમાં તો...

બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને મતદારોનો સણસણતો સવાલ, જીત્યા પછી ભાજપમાં તો નહીં જાઓ ને..!!

0
263

અરવલ્લી જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે તેમાં પણ આ વખતે ભાજપ સાથે છેડો ફાડીને નવ જેટલા ભાજપના નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જે ભાજપને ખેલ બગાડી શકે છે પણ આવા નેતાઓને મતદારો પૂછી રહ્યા છે કે, શું ચૂંટણી જીત્યા પછી ભાજપમાં તો નહીં જોડાઓ ને..?

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપે ધવલસિંહ ઝાલાની પત્તુ કાપી નાખીને ભીખીબેન પરમારને ટિકિટ આપતા ધવલસિંહ ઝાલા નારાજ ચાલતા હતા અને તેમણે મતાદરોને પૂછીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. માલપુર-બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાએ અપક્ષમાંથી ઉમેદવારી કરતા મોટી જનમેદની સભાઓમાં જોવા મળી રહી છે જોકે તેઓ સવાલોના ચક્રવ્યુહમાં પણ આવી રહ્યા છે. મતદારો ટ્રોલ કરી પૂછી રહ્યા છે કે, સારી બાબત છે કે, તમે મતદારોને પૂછીને અપક્ષમાંથી ઉમેદવારી કરી છે પણ એ પણ ધ્યાન રાખજો કે ચૂંટણી જીત્યા પછી ભાજપમાં ન જતાં રહેતા.  મતદારો સોશિયલ મીડિયા પર કટાક્ષ કરી રહ્યા છે કે, જેમ જનતાને પૂંછીને ચૂંટણી લડો છો તેમ અપક્ષમાં જીતી જાઓ તો ભાજપમાં જવું કે નહીં તે પણ પૂછી જોજો.

આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ એમપણ જણાવી રહ્યા છે કે, અપક્ષનો કોઈપણ ઉમેદવાર જીત્યા પછી ભાજપમાં કુદકો મારવાનો છે પછી આપણું કોણ, આપણે તો 27 વર્ષથી કંટાળી ગયા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!