33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓના પાયા હચમચાવી નાખનાર લેડી સિંઘમ TDO કાજલ આંબલીયાની બદલી...

ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓના પાયા હચમચાવી નાખનાર લેડી સિંઘમ TDO કાજલ આંબલીયાની બદલી : વાઘોડિયા થી ગાંધીનગર મુકાયા

0
1321

લેડી સિંઘમ તરીકે ઓળખાતા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાને તેમની નિષ્ઠા પૂર્વકની કામગીરી, પ્રામાણિકતાને લીધે રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે સતત તેમની બદલી કરવામાં આવી રહી છે ૪ મહિના અગાઉ વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણુંક થતા તાલુકાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરનાર અને કૌભાંડીઓ સામે શખ્ત કાર્યવાહી કરતા કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ કોરોના ગ્રાંટમાં ભ્રષ્ટાચાર આદર્યો હોવાનો પર્દાફાશ કરી તેમજ તાલુકામાં ભૂ માફિયાઓએ સરકારી જમીન પર કરેલ આડેધડ દબાણો દૂર કરતા તેમના પેટમાં તેલ રેડાતા તેમના વિરુદ્ધ કેટલાક રાજકારણીઓએ અને ભ્રષ્ટ કર્મીઓએ ગાંધીનગર સુધી ખોટી રજુઆત કરતા આખરે લેડી સિંઘમ તરીકે ઓળખાતા કાજલ અંબાલિયાની વાઘોડિયા થી ગાંધીનગર ૪ મહિનામાં જ બદલી કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવતા વેંત જ દબાણોનો સફાયો કરનાર લેડી સિંઘમ તરીકે ઓળખાતા ટીડીઓની માત્ર ચાર મહિનામાં જ બદલી થઇ છે.વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સામે સરપંચોએ વિરોધ કરતાં તેમની બદલી કરીને કાજલ આંબલિયાને મૂકવામાં આવ્યા હતા.લેડી સિંઘમ તરીકે ઓળખાતા મહિલા અધિકારીએ જરોદના દલિત સમાજની સ્મશાનની ભૂમિ પરનું ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી,વાઘોડિયાના મેઇન રોડના દબાણો પણ દૂર કર્યા હતા.

આ ઉપરાંત ભાજપના જયસ્વાલ નામના કાર્યકરનું પણ દબાણ દૂર કરતાં તેણે જોઇ લેવાની ધમકી આપી હતી.જેથી મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.વાઘોડિયાના દબાણો તૂટતાં રાજુ અલવાએ રેલી પણ કાઢી હતી.જ્યારે,ટીડીઓએ ૨૮ તલાટીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી માંગતા તલાટીઓએ ટીડીઓ તેમનું અપમાન કરતા હોવાના અને માનસિક હેરાન કરતા હોવાના આક્ષેપો કરી સામૂહિક બદલી કરવાની માંગણી કરી હતી.કેટલાક સરપંચોએ પણ વિરોધ કર્યો હતો. આખરે,વાઘોડિયાના ટીડીઓની આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં બદલીનો હુકમ થતાં ચકચાર વ્યાપી છે.

TDO કાજલ આંબલીયાની ૨ વર્ષના ટૂંકા ગાળામાં ૬ વાર બદલી

તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા તેમના તાલુકામાં સતત વિકાસના કાર્યો અને સરકારી યોજનાઓ અંગે લોક જાગૃતિ ફેલાવવાની સાથે તેમના તાલુકામાં ભ્રષ્ટાચાર અને તેમના તાબા હેઠળ આવતા કર્મીઓની ફરજ દરમિયાન સહેજ પણ બેદરકારી ચલાવી લેતા ન હોવાથી બે વર્ષમાં છઠ્ઠી વાર બદલી કરી દેવામાં આવી છે જેમાં બાયડ, મહુધા, સુઈ અને વાઘોડિયામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે અને બે વાર ગાંધીનગર નાયબ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!