31 C
Ahmedabad
Wednesday, May 15, 2024

હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડ : 14132 પાનાની ચાર્જશીટ, 56 આરોપી માંથી 33 ની ધરપકડ, 23 હજુ પણ પોલીસ પકડથી દૂર


ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની ભરતીમાં ૧૮૬ જગ્યાઓ ૧૨ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાજ્યમાં લેખિત પરીક્ષાનું આયોજન થયું હતું.જેમાં ૨ લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને દોઢ લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જો કે પરીક્ષાના અગાઉ પેપર લીક થઇ જતા ભારે હોબાળો મચ્યો હતો અને આખરે પેપરલીક કૌભાંડીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ધીરેધીરે ૫૬ જેટલા આરોપીઓ સામે ગુન્હો નોંધી સાબરકાંઠા પોલીસે ૮૨ દિવસની મહેનત પછી ૯મી માર્ચના રોજ આ કેસની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી જે ચાર્જશીટમાં અંદાજે ૧૪૧૩૨ જેટલા પાના છે તેમજ ગુનો દાખલ થયા પછી પોલીસે ૩૩ શકમંદોને પકડી લીધા છે અને હજુ પણ ૨૩ શકમંદો પોલીસ પક્કડથી દૂર છે.

Advertisement

Advertisement

હેડક્લાર્કનું પેપર લીક થતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સરકાર પર ભારે પસ્તાળ પડી હતી બેરોજગાર ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો શરૂઆતમાં રાજ્ય સરકાર પેપરલીક નથી થયુ નો રાગ અલોપી રહી હતી અને પોલીસને સમગ્ર મામલે તપાસ સોંપતા પેપરલીક થયું હોવાનું બહાર આવતા અને પ્રાંતિજ વિસ્તારમાંથી પેપરલીક થયાનું બહાર આવતા ગૃહ વિભાગે સાબરકાંઠા SP નીરજકુમાર બડગુજરને પેપરલીક કરનાર કૌભાંડીઓ સામે ફરિયાદ નોંધવા અને શખ્ત કાર્યવાહીના આદેશ આપતા ૧૭ ડિસેમ્બરે શરૂઆતમાં ૧૧ લોકો સામે ગુન્હો નોંધાયો હતો અને તપાસ દરમિયાન ૫૬ લોકોની સંડોવણી બહાર આવતા તપાસ કરી રહેલ DYSP સૂર્યવંશી અને LCB PI ચંપાવત તેમની ટીમોએ ૩૩ શકમંદને દબોચી લીધા હતા જે અંગેની તપાસ પૂર્ણ થયા બાદ તપાસનીશ અધિકારી સૂર્યવંશીએ ગત ૯ માર્ચના રોજ સમગ્ર કેસની ચાર્જશીટ પ્રાંતિજ કોર્ટમાં રજુ કરી દીધી છે.

Advertisement

Advertisement

પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલની વિગત વાંચો

Advertisement

હેડક્લાર્ક પેપરલીક કૌભાંડમાં સંડોવાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ૩૩ મોબાઈલ,૧૪ વ્હીલર ગાડી,૫ બાઈક,૪ પ્રિન્ટર અને ઝેરોક્ષ અને લેપટોપ મળી રૂ.૫૭.૦૬ લાખનો મુદ્દમાલ અને રોકડા રૂ.૭૮૯૬૫૦૦/- જપ્ત કરી પોલીસે અંદાજે રૂ.૧.૪૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!