36 C
Ahmedabad
Thursday, April 18, 2024

Gujarat Election 2022 : પ્રથમ તબક્કા જેવું જ બીજા તબક્કાનું મતદાન, મતદારોમાં નિરસતા કેમ?


ગુજરાતમાં મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કા 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મથકો પર બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. બીજા તબક્કાની 93 બેઠક પર કુલ 833 ઉમેદવારો મેદાને હતા. આ હાઇ પ્રોફાઇલ તબક્કામાં 8 મંત્રી અને 60 સીટિંગ MLA છે. જો કે બીજા તબક્કાનું મતદાન પણ નિરાશાજનક જોવા મળ્યું છે. રાજ્યમાં બીજા તબક્કામાં સરેરાશ 62 ટકા જ મતદાન નોંધાયું છે જોકે આંકડામાં થોડોઘણો ફેરફાર થાય તેવી પણ શક્યતાઓ છે.

Advertisement

ગુજરાતમાં સરારાશ 62 ટકા મતદાન નોંધાયું હતું. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62 ટકા મતદાનમાં અમદાવાદમાં 53.57, આણંદમાં 59.04, અરવલ્લીમાં 60.18, બનાસકાંઠા 65.65, છોટા ઉદેપુરમાં 62.04, દાહોદમાં 55.80, ગાંધીનગરમાં 59.14, ખેડા 62.65, મહેસાણા 61.01, મહીસાગર 54.24, પંચમહાલ 63.03, પાટણ 57.28, સાબરકાંઠા 65.84 અને વડોદરામાં 58 ટકા મતદાન નોંધાયું હતું.

Advertisement

ગુજરાતના પ્રથમ તબક્કામાં 63 ટકા નોંધાયું હતું મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાયેલી મતદાન પ્રક્રિયામાં 63 ટકા મતદાન થતાં ચૂંટણી વિભાગ દ્વારા વિશેષ આયોજન કર્યા હતા અને મતદાન 70 ટકા કરતા વધારે થાય તેવા પ્રયાસો કરાયા હતા જોકે બીજા તબક્કામાં પણ મતદાનના આંકડા નિરાશાજનક સામે આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!