માલપુર તાલુકાના અણીયોર ચોકડી નજીક યુવાનોએ દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડી ઝડપાતા અરવલ્લી જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અણીયોર ચોકડી નજીક સ્કોર્પિઓને યુવાનોએ ઝડપી લીધા પછી દારૂ ભરેલી કાર છોડાવવા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ યુવકને ગાડી જવા દેવા વિનવણી કરતો વધુ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પૂર્વ ધારાસભ્ય અને બાયડ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ દારૂ ભરેલી કાર જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ હંકારી રહ્યો હોવાનો આક્ષેપ કરતા ઠંડીમાં ઠુંઠાયેલી ચૂંટણીએ આગ પકડી છે.
પૂર્વ ધારાસભ્ય અને બાયડ અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ તેમના સમર્થકો સાથે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા ધવલસિંહ ઝાલાએ દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ જ ગાડી ચલાવીને આવેલો આક્ષેપ જાહેરમાં કર્યો હતો હાલ તો જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલનું નામ દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડી સાથે સંકળાતા જીલ્લામાં ભાજપ નાલોશી સહન કરવાનો વારો આવ્યો છે ત્રણે વિધાનસભા બેઠકના મતદાનના 18 કલાક પહેલા સમગ્ર પ્રકરણ ચર્ચાને ચકડોળે ચઢતા ચૂંટણીમાં ભાજપને ભારે નુકશાન વેઠવાનો વારો આવે તો નવાઈ નહીંનું રાજકીય વિશ્લષકો માની રહ્યા છે.