32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines તમે સવારે કેમ ન આયા તમારો વોટ પડી ગયો, મોડાસાના પંડ્યાવાસ બૂથની...

તમે સવારે કેમ ન આયા તમારો વોટ પડી ગયો, મોડાસાના પંડ્યાવાસ બૂથની ઘટના, મહિલા મતદારમાં રોષ

0
240

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આ વર્ષે મતદારોમાં નિરસતા જોવા મળી હતી તો બીજી બાજુ કેટલીક એવી ઘટનાઓ સામે આવી જેનાથી મતદારોમાં નારાજગી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાવાની ઘટનાઓ ઘટી હતી જોકે મોડાસાના માલપુર રોડ વિસ્તારમાં આવેલા પંડ્યાવાસ પોલિંગ બૂથ પર મહિલનો વોટ પડી જતાં મહિલા નારાજ જોવા મળી હતા

મોડાસા નગરના માલપુર રોડ વિસ્તારમાં આવેલા પંડ્યાવાસ ખાતેના મતદાન મથક પર જશોદાબેન નામના મતદાતા વોટ આપવા માટે આવ્યા હતા જોકે તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે, તેમનો વોટ પડી ગયો છે, મહિલાને આ અંગ જાણ થતાં જ હોબાળો મચી જવા પામ્યો હતો. મત આપવા માટે આવેલી મહિલાનો મત કોણ નાખી ગયું તે એક સવાલ ઉદભવતા ચૂંટણીલક્ષી કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. મહિલાએ જણાવ્યું કે, મતદાન મથકે ઉપસ્થિત વ્યક્તિએ જણાવ્યું કે, તમારા પતિ સાથે મતદાન કરવા માટે કેમ ન આવ્યા તેવું કહેતા જ હોબાળો મચી જવા પામ્યો હતો. મહિલાનો મત પડી જતાં સાચા મતદાતા મતદાનથી વંચિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!