38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines BIG BREAKING : ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે ગુન્હો નોંધાયો, દારૂ ભરેલી...

BIG BREAKING : ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે ગુન્હો નોંધાયો, દારૂ ભરેલી સ્કોર્પિઓની હેરાફેરીમાં સંડોવણી

0
477

અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ગમે તે ઘડીએ અટકાયત થશે
અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતે કાયદો સૌના માટે સરખોની યુક્તિને સાર્થક કરી
પોલીસતંત્રની હિંમતભેર કામગીરીની લોકોએ સરાહના કરી
માલપુર પોલીસે જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે નક્કર પુરાવા પછી ગુન્હો નોંધ્યો
સતત મીડિયા સામે લૂલો બચાવ કરતા જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ કેસ ન નોંધાય તે માટે અનેક ધમપછાડા કર્યાની લોક ચર્ચા

રાજેન્દ્ર પટેલનો ગાંધીનગર કમલમનો ફેરો માથે પડ્યો, મોટા નેતાઓએ હાથ ખંખેર્યા, ભાજપને ત્રણે બેઠક જીતાડવાની લાહ્યમાં ગુન્હામાં સંડોવાયા…!!

(મેરા ગુજરાત-ગાંધીનગર) ચૂંટણીમાં દારૂની રેલમછેલ થતી હોવાનું જગજાહેર છે ચૂંટણી જીતવા ઉમેદવારો ટેકેદારોના સહારે મતદારોને રીઝવવા દારૂની લ્હાણી કરતા હોય છે.માલપુર અણીયોર ચોકડી નજીક યુવાનોએ દારૂ ભરેલી કાળા કલરની સ્કોર્પિઓ ઝડપી પાડી સોશ્યલ મીડિયામાં ત્રણ ચાર વિડીયો વાયરલ કર્યા હતા દારૂ ભરેલી સ્કોર્પિઓ જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ મૂકી ફરાર થયો હોવા સહીત સ્કોર્પિઓનું પાયલોટિંગ કરતા આક્ષેપ પણ થયા હતા જ્યારે એક વીડિયોમાં જીલ્લા પ્રમુખ સ્કોર્પિઓ નજીક એક યુવાનને આવું ન કર કહી આજીજી કરતો વાયરલ થયો હતો ત્યારે દાદાગીરીની મુદ્રામાં હંમેશા જોવા મળતા જીલ્લા પ્રમુખે આજીજી કેમ કરવી પડીની ચર્ચાએ જોર પકડ્યું હતું

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે મતદાનના ગણતરીના કલાકો પહેલા અણીયોર ચોકડી નજીક દારૂ ભરેલી સ્કોર્પીયોને યુવાનોએ અટકાવતા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દારૂ ભરેલી સ્કોર્પિઓ છોડાવવા યુવક સાથે રકઝક કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા DYSP કે.જે.ચૌધરીને તાબડતોડ માલપુર પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા સમગ્ર ઘટનાની તપાસ જીલ્લા LCB PI કે.ડી.ગોહીલને સોંપી દારૂની હેરાફેરીમાં સંડોવણી હોય તેવા તમામ શખ્સો સામે ગુન્હો નોંધવા તાકીદ કરતા જીલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ (રહે,મોડાસા)અને રામચંદ અરજણ ડામોર(રહે,અગાટીયા-ગાજણ,માલપુર)ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લા એલસીબી પોલીસે સ્કોર્પિઓ ચાલક, માલિક તથા દારૂની હેરાફેરીમાં સંડોવયેલ શખ્શોની ઉંડાણપૂર્વક તપાસ હાથધરાતા અનેક રાજકીય નેતાઓને પગ તળે રેલો આવે તો નવાઈ નહીં..??માલપુર પોલીસે અણીયોર ચોકડી નજીક દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડી જપ્ત કરી 87 હજારથી વધુના દારૂ સાથે અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને દારૂ ભરેલી સ્કોર્પિઓ જીપ અટકાવનાર યુવાનો અને વીડિયોમાં દેખાતા લોકોની સઘન પૂછપરછ કરતા દારૂ ભરેલી સ્કોર્પિઓ ગાડીની હેરાફેરીમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આખરે માલપુર પોલીસે રાજેન્દ્ર પટેલ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

શું હતો સમગ્ર ઘટનાક્રમ વાંચો
અણીયોર ચોકડી નજીક દારૂ ભરેલી કાર યુવાનોએ ઝડપી લીધા પછી ત્રુટક ત્રુટક ત્રણ થી વધુ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં દારૂ ભરેલી સ્કોર્પિઓ નજીક ભાજપની ટોપી પહેરી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ પહોંચી કાર અટકાવનાર યુવકને ધમકી ભર્યા સૂરમાં એ આવું ના કર…ના કર કહીં રહ્યા હોવાની સાથે યુવકને દૂર હડસેલી રહ્યા છે ત્યારે અન્ય યુવકો આ અંગેનો વિડીયો ઉતારી રહ્યો હોવાની જાણ થતા પ્રમુખને તેમની ફિલ્મ ઉતરી જતા ત્યાંથી ચાલતી પકડતા જીવના જોખમે ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવનાર યુવક જોર થી જીલ્લા પ્રમુખ રાજુ કહી બિભસ્ત ગાળ બોલી ભાજપ અંગે કઈ કહીં રહ્યો હતા

અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલનો દારૂ ભરેલી ગાડી પાસે યુવકને આજીજી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પ્રમુખને કેમ યુવક સામે આજીજી કરવી પડીની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે દારૂની હેરાફેરીમાં નામ ખુલતા પ્રમુખ અને તેમના બચાવમાં ઉતરેલા લોકો અને સોશ્યલ મીડિયામાં પ્રમુખની સ્વચ્છ છબીને બદનામ કરવાનો પ્રયત્ન કરતી ટીમ સામે કોઠીમાં મોઢું સંતાડી રોવાનો વારો આવ્યો છે.

ભાજપ નેતાનું દારુની કારને પાયલોટિંગ કરતા હોવાના ગંભીર આક્ષેપ સાચા સાબિત થયા
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને ગુજરાતની તમા બોર્ડર પર પોલીસ અને તંત્રની ચાંપતી નજર છે. બીજી બાજુ સ્થાનીક બુટલેગર અને તેમના નેટવર્ક પર પોલીસની સતત નજર હોવાનું જાહેર કરાય છે. છતા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો લઈ કેવી રીતે કારમાં અવરજવર થઈ શકે? તે પ્રશ્ન ઊભો થયો છે. આ દારુ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે. દારુ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા હતા ત્યારે લોકોના આક્ષેપ સાચા સાબિત થયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!