32 C
Ahmedabad
Monday, June 5, 2023

અરવલ્લી: મોડાસામાં ડો.બાબા સાહેબ આંબેડકરના 67 માં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી


6 ડિસેમ્બર 1956ના રોજ બાબા સાહેબનું અવસાન થયું હતું, જે દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલી ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અનુસૂચિત જાતિ સમાજના યુવાનોએ ફુલહાર પહેરાવી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

Advertisement

6 ડિસેમ્બર,1956 ભારતના દલિત લોકો માટે, આ સવાર સૂર્યોદય સાથે નહીં, પરંતુ સૂર્યાસ્ત સાથે શરૂ થઈ હતી તેમ કહી શકાય તેનુ કારણ હતુ… શોષિત અને વંચિતોના આધાર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું એ દિવસે નિધન થયું હતું. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામા આવ્યા હતા. શિક્ષણ માટેના વ્યક્તિગત સંઘર્ષથી માંડીને દલિતોના ઉત્થાન અને સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર સુધીની ડૉ. બાબાસાહેબ આંબેડકરની યાત્રા ખૂબ કઠિન હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!