36 C
Ahmedabad
Saturday, April 20, 2024

ભયાનક VIDEO : નીલ ગાયનો ખેડૂત પર ખેતરમાં હુમલો કરી ઉછાળી ઉછાળી પટકી મોતને ઘાટ ઉતાર્યો, બચવા ગયેલ યુવક પર હુમલો


અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નીલ ગાયના ટોળેટોળા ખેતરમાં ઉભા પાકનું ભેલાણ કરતા હોવાની સાથે ખેડૂત પર હુમલો કર્યોની અનેક ઘટનાઓ બની છે શામળાજીના ખોડંબા ગામમાં ખેતરમાં કામ કરતા વૃદ્ધ પર ભુરાંટી બનેલી નીલ ગાયે હુમલો કરી ખેતરમાં પટકી દેતા ગંભીર ઈજાગ્રસ્ત બનેલ ખેડૂતનું મોત નીપજ્યું હતું નીલ ગાયે ખેડૂત પર હુમલો કરતા એક યુવક દંડો લઇ બચાવવા દોડતા તેના પર નીલ ગાયે હુમલો કરી દેતા અન્ય લોકો દંડા સાથે દોડી આવતા નીલ ગાય ભાગી ગઇ હતી શામળાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

Advertisement

ખોડંબા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી નીલ ગાયના હુમલાની ઘટનાઓ બની છે જે અંગે ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કરતા એક વૃદ્ધ ખેડૂતે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે ભુરાંટી બનેલી નીલ ગાયે વૃદ્ધનો ભોગ લેતા ખેડૂતો ગભરાઈ ઉઠ્યા છે અને હુમલાખોર નીલ ગાય અને ટોળાને પકડી જંગલમાં છોડવામાં આવેની માંગ પ્રબળ બની છે.

Advertisement

Advertisement

ખોડંબા ગામના 65 વર્ષીય ધર્માભાઈ રેવાભાઈ પટેલ ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે ભુરાંટી બનેલી નીલ ગાય દોડી આવી ખેડૂત પર હુમલો કરી ત્રણ ચાર વાર પટકી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા ખેડૂતનું મોત નીપજ્યું હતું આક્રમક બનેલી નીલ ગાયથી ખેડૂતને બચાવવા ડંડા સાથે હિંમતભેર દોડેલા યુવક પર પણ નીલ ગાયે હુમલો કરતા આજુબાજુથી દોડી આવેલા લોકો હતભ્રત બન્યા હતા અને ભારે દેકારા કરતા ડંડા સાથે લોકો દોડી જતા નીલ ગાય ભાગી ગઈ હતી ખેડૂતને બચાવવા ગયેલ યુવકનો બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!