33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો લોકોની વચ્ચે રહો, તો જ, લોકો સ્વીકારે, પી.સી.બરંડાએ આ સાબિત કરતા ભવ્ય...

લોકોની વચ્ચે રહો, તો જ, લોકો સ્વીકારે, પી.સી.બરંડાએ આ સાબિત કરતા ભવ્ય વિજય, ભિલોડામાં ભવ્ય રોડ શો

0
230

ભિલોડા-મેઘરજ બેઠક પર 27 વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો
વિજેતા ઉમેદવારનો વિજય સરઘસ
ભવ્ય જીતનો જશ્ન વચ્ચે ફટાકડાની આતશબાજી કરાઈ
5 ટર્મનો ભાજપના વનવાસનો અંત આવ્યો :- કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું

અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે તેમાં પણ ભિલોડા બેઠક પર છેલ્લા પાંચ ટર્મથી કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસના સૂપડા સાફ કરી દેતા ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાની ભવ્ય જીત થતાં ભિલોડાના નગરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.

ભાજપના વિજેતા ધારાસભ્ય પી.સી.બરંડાનું વિજય સરઘસ ડી.જે. ના તાલે નિકળ્યું હતું.ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત જનમેદની મોટી સંખ્યામાં ઉમટી હતી.ગુલાલની છોડો વચ્ચે જનમેદનીએ જીતનો જશ્ન મનાવી ઝુમી ઉઠ્યા હતા. ભાજપના વિજેતા ઉમેદવારના ટેકેદારો,સમર્થકોએ ફુલહાર પહેરાવી,શાલ ઓઢાડી,ગુલાબના ફુલોની પાંખડીઓ વડે શાનદાર રીતે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.ડી.જે.ના તાલે અબીલ – ગુલાલની છોળો વચ્ચે સમર્થકો ઝુમી ઉઠ્યા હતા. ભિલોડા એન.આર.એ વિદ્યાલય અને ભિલોડા તાલુકા પ્રાથમિક શાળા નંબર. ૧ ના વિધાર્થીઓ અને સ્ટાફ પરીવારે ઉત્સાહભેર ભાજપના વિજેતા ઉમેદવારનું સ્વાગત કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!