મોડાસા શહેરની ખડાયતા બોર્ડિંગમાં આવેલી અગ્રણી બેન્કિંગ સહકારી સંસ્થા શ્રીનાથ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લિમિટેડની ઓફિસમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઓફિસમાં રહેલી ફાઈલ અને રાચરચીલું બળીને ખાખ થતા સોસાયટીના ચેરમેન, સદસ્યો અને કર્મચારીઓ તાબડતોડ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદ્નસીબે ઓફિસના એક જ ભાગમાં આગ લાગતા અન્ય ડોક્યુમેન્ટ્સ, કોમ્પ્યુટર સામગ્રી તેમજ ફર્નિચરનો બચાવ થતા રાહતનો શ્વાસ લીધો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા બસ સ્ટેન્ડ રોડ પર ખડાયતા બોર્ડિંગના બિલ્ડિંગ્સમાં આવેલી શ્રીનાથ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લિમિટેડની ઓફિસમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હોવાની જાણ સોસાયટીના સત્તધીશો અને કર્મીઓને થતા ચોંકી ઉઠ્યા હતા તાબડતોડ રાત્રીના આશરે બે વાગ્યાના સુમારે ઓફિસ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી ઓફિસના એક ભાગમાં આગની ઘટનાના પગલે અગત્યની ફાઇલ્સ અને ફર્નિચર આગમાં ખાખ થઇ ગયું હતું શ્રીનાથ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લિમિટેડની ઓફિસમાં આગ લાગતા ટાઉન પોલિસીને જાણવાજોગ અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે