30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

દસ ગામોમાં એક માત્ર ટાવર છતાં વિજયનગરના જાલેટી પંથકમાં BSNL નેટવર્કના ધાંધિયા: ગ્રાહકો પરેશાન


છાશવારે સર્જાતી નેટવર્ક સમસ્યા હલ નહિ થાયતો સ્થાનિકો આંદોલન કરવા મજબુર

Advertisement

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં જાલેટી પંથકના દસથી વધુ ગામોમાં એક માત્ર બીએસએનએલનું ટાવર હોઈ આ ટાવરનું નેટવર્ક છાશવારે ખોરવાતું રહેતાં હજારો ઉપભકતાઓની મોબાઈલ સેવા સદંતર બંધ રહેતા આ અસુવિધાથી ત્રસ્ત લોકો ન છૂટકે લડત આપવા મજબુર બન્યા છે.

Advertisement

જાલેટી ગામના બોડાત ફળિયામાં આવેલ બીએસએનએલનું ટાવર જાલેટી ઉપરાંત બદરખા,લીમડા, ગરાડા,ચિતાણા, વણજ વગરે ગામોને આવરી લેતું ટાવર છે જ્યાં હજારો લોકો મોબાઈલ સેવાથી જોડાયેલા છે.ગામના અગ્રણી પિન્ટુભાઈ પટેલે જણાવ્યું કે છાશવારે સર્જાતી નેટવર્ક નહિ આવવાની કમનસીબ હાલતને લઈને ખાનગી કંપનીઓના નેટવર્ક ઉપર આધારિત રહેવાની અને નવા સિમ લેવાની નોબત આવી ગઇ છે.ભારત સરકારનું બીએસએનએલ એની સેવાની આ ગુણવત્તા ગુમાવી રહ્યું છે અને ગમે તેટલી ફરિયાદો કરીએ તો પણ સાંભળનાર કોઈ જ નથી.

Advertisement

આ વિસ્તારમાં આ સેવા નહિ નિયમિત થાય તો ન છૂટકે લોકો બીએસએનએલની સેવાને રામ રામ કરવા પડે એ હાલત હોવા છતાં કોઈ સાંભળતું ન હોઈ લોકોને હવે આંદોલન કરવા મજબુર બનવું પડશે એવી પણ ઉપભોક્તાઓ ફરી એકવાર ચીમકી આપી રહયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!