28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત છોટાઉદેપુરના વાતાવરણમાં પટલો, નસવાડીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

છોટાઉદેપુરના વાતાવરણમાં પટલો, નસવાડીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

0
128

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી, જેની અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં જોવા મળી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી દેલવિયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે જોકે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. જિલ્લામાં કપાસ, તુવેર સહિતના પાકોનું વાવેતર થયું છે ત્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!