27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines લગ્નમાં Dj વગાડો તો ધ્યાનથી, અન્ય લોકો પરેશાન થાય તો સહન કરશે...

લગ્નમાં Dj વગાડો તો ધ્યાનથી, અન્ય લોકો પરેશાન થાય તો સહન કરશે પણ મધમાખી નહીં, દાહોદમાં કંઈક આવું થયું

0
176

લગ્ન સીઝનમાં નાની-મોટી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ડીજે ના તાલે જાનેયાઓ નાચતા હતા જોકે ડીજેનો અવાજ એટલો હતો કે, મધમાખીનું ઝૂંડ પણ ધ્રુજી ઊઠ્યું અને લોકોને ડંખ માર્યાની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના ગરબાડાના પાંદડી પંથકમાં આ ઘટનામાં 15 થી વધારે લોકોને મધમાખીના ઝુંડે ડંખ માર્યાની ઘટના ઘટતા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

ગરબાડાના પાંદડી પંથકમાં લગ્નમાં ડીજે નિકળ્યું હતું જો કે, ડીજે ના વાઇબ્રેશનને કારણે મધમાખી ઊડી અને જે લોકો વરઘોડામાં ડાન્સ કરતા હતા તેઓની ઉપર મધમાખી હુમલો કર્યો હતો. મધમાખીના ઝૂંડે 20 જેટલા જાનૈયાને ડંખ માર્યા હતા. આ સમગ્ર ઘટનામાં મધમાખીના ડંખથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મધમાખીનો હુમલો એટલો ભયંકર હતો કે જે લોકોને ડંખ પાક્યા હતા આ સમગ્ર ઘટનામાં 6 લોકો ગંભીર હોવાની પણ વિગતો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!