28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : વધુ એક યુવતીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી, પરિવારજનોમાં...

અરવલ્લી : વધુ એક યુવતીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી, પરિવારજનોમાં રોક્કોકળ

0
164

અરવલ્લી જીલ્લામાં આત્મહત્યાના બનાવોમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે થોડા દિવસ અગાઉ ભિલોડાના સુનસર ગામની સીમમાં પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા કરી લીધાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે ભિલોડાના નવી વસવાટ પાસે મસ્તાન બાવાની દરગાહ અને કબ્રસ્તાન પાછળના ભાગે વાંઘા-કોતર પાસે ઝાડ પર માલાવાવ ગામની 20 વર્ષીય યુવતીનો ઝાડ સાથે ગળેફાંસો ખાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી યુવતીના પરિવારજનો અને ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે મૃતક યુવતિની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ભિલોડા તાલુકાના માલાવાવ ગામની સુમિત્રાબેન બાબુભાઇ નિનામા નામની 20 વર્ષીય યુવતીની લાશ ભિલોડા નગર નજીક નવી વસવાટ પાસે મસ્તાન બાવાની દરગાહ અને કબ્રસ્તાનના પાછળના ભાગે આવેલા વાંઘા-કોતર પાસેથી યુવતીનો ઝાડ પર લટકતો મૃતદેહ મળતા ચકચાર મચી હતી મંગળવારે વહેલી સવારે લટકતી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરતા ધટના સ્થળે લોકોના ટોંળે- ટોંળા એકત્રિત થઈ ગયા અવનવી અટકળોએ ભારે જોર પકડયું હતું.લીમડાના ઝાડ પર લટકતો યુવતીનો મૃતદેહ મળ્યો હોવાની ભાળ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ભિલોડા પોલીસે મૃતક યુવતીના પિતા બાબુભાઇ નેમાજી નિનામાની જાણવાજોગ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!