29 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: મોડાસાની બી-કનઈ ઈગ્લીશ મિડીયમ સ્કૂલમાં બે દિવસીય વાર્ષિક રમતોત્સવની ઉજવણી, જિલ્લા કલેક્ટર રહ્યા ઉપસ્થિત


મોડાસા કેળવણી મંડળ સંચાલિત મોડાસા શહેરની એકમાત્ર હરિયાળી શાળા તેમજ શહેર ની પ્રતિષ્ઠિત સી.બી.એસ.ઈ શાળા બી – કનઈ માં તારીખ 20/21 ડીસેમ્બર, 2022 ના રોજ બે દિવસયી વાર્ષિક રમોત્સવ “ROBUST energized by Mr. Raj Shah” ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ ના ઉપક્રમે અરવલ્લી જિલ્લા ના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણા, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓફિસર પ્રકાશકુમાર ક્લાસવા તેમજ અરવલ્લી જિલ્લા ના મુખ્ય કોચ મઝહર સુથાર ની વિશેષ ઉપસ્થિતમાં આ પ્રસંગ ને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગ ના અનુસંધાને મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બિપીનભાઈ આર શાહ એ વિદ્યાર્થીઓને ખેલજગત વિશે વિસ્તૃત માહિતી આપી રમત સાથે કેળવણી જેવા વિષયને સાંકળી લઇ પોતાના વક્તવ્ય આપ્યું. આ રમોત્સવના ઉપક્રમે મોડાસા કેળવણી મંડળના ઉપપ્રમુખ કૃષ્ણજીવન એમ. શાહ, પંકજભાઈ બુટાલા તેમજ સેક્રેટરી ધીરેનભાઈ પ્રજાપતિ, નિખિલભાઈ શાહ, કિરીટભાઈ શાહ, પિયુષભાઈ પટેલ તેમજ કેળવણી મંડળની ભગિની શાળાઓના આચાર્યોએ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી આ પ્રસંગ ને દીપાવ્યો હતો. આ ઉત્સવ પર્વમાં શાળા ના કેમ્પસ ડાયરેક્ટર  જે. પી. ઉપાધ્યાય તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી, વિધાર્થીઓને ખેલ જગત ની વિસ્તૃત સમજણ આપી હતી. શાળાના આચાર્ય કુંદનસિંહ જોદ્ધાએ તમામ મહેમાનોનું પ્રસંગને અનુરૂપ આભારવિધિ કરી હતી.

Advertisement

Advertisement

વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે રમતો પ્રત્યે રૂચિ વધે તે હેતુથી આ રમતોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં અલગ-અલગ રમતો આયોજિત કરાઈ હતી,,આ સાથે જ અન્ય બાળકોને પણ રમત પ્રત્યે રસ જાગે તેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો. દરવર્ષે એકવાર આ પ્રકારે રમતોનું આયોજન શાળામાં કરવામાં આવતું હોય છે ત્યારે જિલ્લા કલેક્ટરે પણ આ રમતોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુકીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

બી-કનઈ શાળામાં લીંબુ ચમચી, દોડ, રસ્સાખેંચ, કોથળા દોડ, ખો-ખો, કબડ્ડી વગેરે જેવી જેટલી વિવિધ રમતમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક રમતમાં જીતનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ગોલ્ડ / સિલ્વર / બ્રોન્ઝ મેડલ આપીને તેમને બિરદાવવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને તમામ સભ્યો અને શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો કાર્યકારી સુપરવાઈઝર વિક્કી સોની તેમજ પી.ઈ. શિક્ષક દેવેન્દ્રભાઈ લેઉવા, વિષ્ણુભાઈ પટેલ, જાગૃતિબેન ત્રિવેદીએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!