36 C
Ahmedabad
Thursday, April 25, 2024

અકલપ્ય : ધ રાઇઝ ઑફ કૌશિક વેકરિયા


લેખક – મહેન્દ્ર બગડા

Advertisement

રાજનીતિ માટે કહેવાય છે કે તે સંપૂર્ણ ભાગ્યને આધીન હોય છે. વર્ષો સુધી સખત મહેનત કરનાર ક્યારેય સામાન્ય ગ્રામપંચાયતનો સભ્ય પણ બની નથી શકતો. બે-ચાર દાયકા સુઘી શહેરમાં સેવા કરનાર નગરપાલિકાનો કૉર્પોરેટર નથી બની શકતો, પરંતુ જો ભાગ્ય હોય અને ઈશ્વરકૃપા હોય તો તમે પ્રથમ ચૂંટણીમાં જ જાયન્ટ કિલર બની શકો છો.

Advertisement

આજે વાત કરવાની છે અમરેલી વિધાનસભાના વિજેતા ઉમેદવાર કૌશિક વેકરિયાની.

Advertisement

અમરેલી જિલ્લામાં નેતા થવું એટલે ભારતીય ક્રિકેટ ટીમના સુવર્ણયુગમાં સ્થાન મેળવવા જેટલું અધરું છે. કારણ કે પહેલેથી જ સચિન કહેવાય તેવા રૂપાલા, સહેવાગ જેવા દિલીપ સંઘાણી, રાહુલ દ્રવિડ જેવા નારણ કાછડિયા, ધોની જેવા ડૉ. કાનાબાર, કોહલી જેવા પરેશ ધાનાણી, રવીન્દ્ર જાડેજા જેવા પી. પી. સોજીત્રા, રુષભ પંત જેવા વીરજી ઠુમ્મર અને બીજા અનેક નેતાઓ જ્યાં પગ જમાવીને બેસી ગયા છે ત્યાં કોઈ આગંતુક રાજનેતા માટે જગ્યા કરવી એટલે હિમાલય પર્વત ઊંધા પગલે ચાલવા જેટલુ કઠિન.

Advertisement

આ બધા વચ્ચે બહુ જ સિફતતાપૂર્વક જગ્યા કરી, પહેલા સંગઠનની લગામ હાથમાં લીધી, ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી લીધી અને વટકે સાથે પચાસ હજાર જેટલા મોટા માર્જિનથી પરેશ ધાનાણી જેવા મોટા ગજાને માત આપી.

Advertisement

કોણ છે આ કૌશિક વેકરિયા? શું છે તેમનો ઇતિહાસ?

Advertisement

કૌશિક વેકરિયા મૂળ દિલીપ સંઘાણી જૂથના યુવા કાર્યકર, સંઘાણી પરિવાર પ્રત્ચે તેમની અમાપ નિષ્ઠા તેમને સંઘાણી પરિવારની નજીક લઈ ગયું. આમ જોવા જઈએ તો કૌશિકના પિતાજી ભાજપના સંનિષ્ઠ કાર્યકર અને દિલીપ સંઘાણીના અંતરંગ મિત્ર. કદાચ કૌશિક વેકરિયાના પિતાજી અને સંઘાણીસાહેબ સગપણમાં પણ છે.

Advertisement

મધ્યસ્થ બૅન્કમાં નોકરી કરતા કૌશિકે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તે એક દિવસ તમામ દિગ્ગજોને કોરાણે મૂકી અમરેલીમાં આટલી મોટી જ્વલંત જીત પ્રાપ્ત કરશે.

Advertisement

કૌશિકના જીવનનો અભ્યાસ કરતાં ખબર પડે કે રાજનીતિમાં તેનો પ્રવેશ અને તે પછીની ઘટનાઓ એવી બની કે કૌશિકનો કોઈ વિકલ્પ ના રહે. 2014ની લોકસભાની ચૂંટણી સમયે લગભગ રોજ સાંજના ચાર વાગ્યાથી હું અને કૌશિક વેકરિયા વસંતભાઈ મોવલિયાની ઑફિસે મળતા. તે પણ સરસમજાનો બિઝનેસ કરતા. સાથેસાથે રાજનીતિમાં પણ પાપાપગલી ભરી રહ્યા હતા.

Advertisement

2019માં નારણ કાછડિયા અને દિલીપ સંઘાણી વચ્ચે થયેલી દોસ્તીએ કૌશિકના ભાગ્યનું પત્તું ખોલી નાખ્યું. તે વખતે તે કદાચ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી હતા. લોકસભાની ચૂંટણીમાં કૌશિક રાતદિવસ સાંસદ કાછડિયા સાથે રહ્યા. ત્યાં તેમને પ્રથમ ચૂંટણીના સાચુકલા મેદાન પર જવાનો મોકો મળ્યો.

Advertisement

નારણભાઈ કાછડિયાનો લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય અને અમરેલી જિલ્લા ભાજપનું સુકાન કૌશિક વેકરિયા પાસે આવ્યું. પારિવારિક સંસ્કારિતા, સૌમ્ય સ્વભાવ અને નિર્ભેળ રીતે લોકોનાં કામ કરવાની ધગશે કૌશિક વેકરિયાને બહુ જલદી જનતામાં લોકપ્રિય બનાવી દીધો.

Advertisement

કૌશિકની બીજી ખાસિયત એ રહી કે તેમણે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હજારો કિલોમીટરનો પ્રવાસ કરી કાર્યકરો સાથે આત્મીયતા સાધી તો સાથેસાથે પ્રશાસન પર પક્કડ જમાવી દીધી. ગુજરાતમાં સી. આર. પાટીલ પછી સૌથી વધુ પ્રશાસન સાથે સીધો નાતો કોઈનો હોય તો તે કૌશિક વેકરિયાનો છે. પોલીસ મહેકમ કે પછી કલેક્ટર આધીન તંત્ર, કૌશિક વેકરિયા સૌ સાથે સંકલનમાં અવલ્લ સાબિત થયા. કાર્યકરો, લોકોના પ્રશ્નો, સરકારી નાના કર્મચારીઓના પ્રશ્નો અને તેમના નિરાકરણમાં તેમને સફળતા મળતી ગઈ.

Advertisement

કૌશિક વેકરિયાની બીજી સૌથી મહત્ત્વની ખાસિયત કે સાવ ડાઉન ટુ અર્થ માણસ. કોઈ અહંકાર નહીં. કોઈ ઈગો કે મોટપ નહીં. ચોવીસ કલાક ફોન કરવાની છૂટ. તેમનો મીડિયા સાથેનો નાતો ખૂબ આત્મીય છે. આ લેખ લખવાનું એક કારણ એ પણ છે.

Advertisement

અમરેલી જિલ્લાના જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો ‘સંદેશ’ના પત્રકાર સૂર્યકાંત ચૌહાણથી પરિચિત છે. માલિક તરીકે જાણીતા આ વયોવૃદ્ધ અને પવિત્ર પત્રકારને કૌશિક હજારો લોકોની હાજરીમાં ચરણસ્પર્શ કરતા અચકાતા નથી. માલિક પણ કૌશિક વેકરિયા આટલા મોટા ગજાના નેતા હોવા છતાં ઇન્ટર્વ્યૂ માટે બૂમ પાડીને કહે, ઓય કૌશિક, આયા આવતો, એક બાઇટ દઈ જા હાલ…
આ છે કૌશિક વેકરિયાની સાદગી અને પ્રેમ.

Advertisement

ખેર, હાલ તેઓ ગુજરાત વિધાનસભાની ઉપદંડક તરીકે નિમણૂક પામ્યા છે. સમગ્ર જિલ્લો, તેમના કાર્યકરો, મિત્રો અને ખાસ કરીને મીડિયાના પત્રકાર મિત્રો તો જાણે તેઓ ઉપદંડક બન્યા હોય તેમ રાજીરાજી છે.

Advertisement

જોકે સૌથી મહત્ત્વની વાત એ કે કૌશિકના રાજકીય જીવનના ઉત્થાન, પ્રગતિ અને જે સૂર્ય હાલ સોળે કળાએ ખીલી રહ્યો છે તેમાં સૌથી મહત્ત્વનું યોગદાન કોઈનું હોય તો તે શ્રી દિલીપભાઈ સંઘાણીનું છે તે હકીકત છે.

Advertisement

કૌશિક વેકરિયા પર આ આર્ટિકલ લખતી વખતે રાજનેતાઓ, તંત્રીઓ અને પત્રકારો કૌશિક વેકરિયા માટે શું કહે છે તે જાણવું પણ પણ રસપ્રદ છે એટલે તે પણ લખું છું.

Advertisement

નારણ કાછડિયા – સાંસદ, અમરેલી
કૌશિક વેકરિયા છેલ્લાં ઘણાં વર્ષોથી મારી સાથે સંકળાયેલ કાર્યકર છે. જિલ્લા ભાજપના પ્રમુખ અને મહામંત્રી તરીકે તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા લાજવાબ છે. કૌશિક ગુજરાત ભાજપ અને અમરેલી જિલ્લાનું ગૌરવ છે. આગામી સમયમાં તેઓ રાજ્યના ઉચ્ચ સ્થાન પર બિરાજશે તે નક્કી છે. કૌશિકમાં સખત પરિશ્રમ અને કોઈ પણ પડકારને ઉપાડવાની ધગશ અને ત્રેવડ બંને છે.

Advertisement

ડૉ. ભરત કાનાબાર – ભાજપ અગ્રણી

Advertisement

કૌશિક વેકરિયા એટલે અત્યંત મહેનતુ કાર્યકર, તીવ્ર રાજકીય કુનેહ અને સમય પારખી નિર્ણય લેનાર. ડૉ. કાનાબાર કહે છે કે દિલીપ સંઘાણીની પહેલી ઇનિંગ્સમાં હું સતત સાથે હતો. કૌશિક વેકરિયા એ દિલીપ સંઘાણીની લગભગ ડિટ્ટો કૉપી જ છે.

Advertisement

સુરેશ પાનસુરિયા- જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ

Advertisement

કૌશિક વેકરિયા મારી જેમ સાવ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતાજી ભાજપના કર્મઠ કાર્યકર હતા. પરસોત્તમ રૂપાલાસાહેબની પદયાત્રા દરમિયાન તેઓ રૂપાલાસાહેબ સાથે સતત રહ્યા અને ત્યાર બાદ દિલીપ સંઘાણીના પણ ચુસ્ત ટેકેદાર અને મિત્ર હતા. તેમના સંસ્કાર અને તેમનામાં રહેલી સદ્ભાવનાએ તેમને આટલી નાની ઉંમરમાં આટલું મોટું પદ અપાવ્યું છે. કૌશિક વેકરિયા ગરીબો પ્રત્યે હમદર્દી ધરાવનાર નેતા છે.

Advertisement

મનોજ રૂપારેલા – તંત્રી, અમરેલી એક્સપ્રેસ

Advertisement

લગભગ પચ્ચીસથી વધુ વર્ષોથી અમરેલીમાં પત્રકારત્વ કરતા અને રાજનીતિને લગભગ ઘૂંટીને પી ગયેલા મનોજભાઈ કૌશિક માટે કહે છે કે કૌશિકના બે જમા પાસાં છે, એક સંપૂર્ણ પૉઝિટિવ. બીજું, કોઈ ઘટના પર ખૂબ વિચારીને પ્રતિક્રિયા આપવી. તેના માટે સારું લખો કે ખરાબ, તે ચોવીસ કલાક પછી તેની પ્રતિક્રિયા આપે. આ ઉપરાંત મનોજભાઈ કહે છે કે કૌશિક એ બીજા દિલીપ સંઘાણી છે. દિલીપ સંઘાણીની પ્રતિકૃતિ છે. ગુજરાતના રાજકારણમાં તેઓ વર્ષો સુધી રહેશે. જુવાનીના દિલીપ સંઘાણી જેમને યાદ હશે તેમને કૌશિકમાં તેની છાંટ દેખાશે.

Advertisement

વિજયભાઈ ચૌહાણ – એડિટર, અવધ ટાઇમ્સ

Advertisement

અમરેલી જિલ્લામાં તમામ રાજનેતાઓ સાથે અંગત ઘરોબો ધરાવનાર, નેતાઓને સલાહસૂચનો આપવામાં જાણીતા વિજયભાઈ ચૌહાણ રાજનીતિના માહેર પત્રકાર છે. તેમના મત પ્રમાણે, અમરેલી જિલ્લામાં દિલીપ સંઘાણી અને રૂપાલાસાહેબ ઇચ્છતા હતા કે અમરેલી જિલ્લા ભાજપમાં બીજી એક રૂપાલા-સંઘાણી જેવી એક જોડી બનવી જોઈએ. અશ્વિન સાવલિયા અને શરદ લાખાણી બંને રૂપાલાસાહેબ અને દિલીપ સંઘાણીના સૌથી વિશ્વાસુ કાર્યકર હતા. જોકે કોઈક રીતે લાખાણી-સાવલિયાની જોડી ચાલી નહીં. કારણો જે કંઈ હોય તે, પરંતુ આ ઇચ્છા હવે પૂરી થતી હોય તેમ લાગે છે. અમરેલી જિલ્લામાં મુકેશ સંઘાણી અને કૌશિક વેકરિયાની નવી જોડી અમરેલી જિલ્લા ભાજપનું હવે પછીનું ભવિષ્ય છે. આ ઉપરાંત કૌશિકમાં લોકોનાં કામ કરવાની ધગશ ખૂબ છે. એ પણ તેની સફળતા પાછળનાં કારણો છે.

Advertisement

રાજુ ગઢિયા-સિનિયર પત્રકાર

Advertisement

બે દાયકાથી ટીવી જર્નાલિસ્ટ તરીકે કામ કરતા રાજુ ગઢિયાએ કહ્યું કે મેં કૌશિકભાઈને એસટી બસમાં ટિફિન લઈને બૅન્કમાં કામ કરીને આવતા જોયા છે. બૅન્કમાં પૈસા ગણતા અને ત્યાર બાદ પ્રવીણ માંગરોળિયાની ટીમમાં ભાજપના કાર્યકર તરીકે પણ જોયા છે. રાજુ ગઢિયાના મતે કૌશિકને રાજનીતિમાં આંગળી પકડી લઈ આવનાર પ્રવીણ માંગરોળિયા છે. જે રાજુના વડેરા ગામના કાર્યકર છે. રાજુ કહે છે કે કૌશિકના કિસ્સામાં બે ઘટના છે. એક તો સખત પરિશ્રમ અને બહુ જલદી ચમકી ઊઠતો ભાગ્યોદય એટલે કે રાજયોગ. બીજું કૌશિકના કિસ્સામાં તમામ નિર્ણયો કૌશિક પોતે જ લે છે, તેના રણનીતિકાર, સલાહકાર વગેરે બધું જ કૌશિક જ છે.

Advertisement

શૈલિન આદ્રેજા – વિચારક અને મોટિવેશનલ સ્પીકર
કૌશિક વેકરિયા સમયના ચુસ્તપાલન કરનાર અને કંઈક અંશે સ્થિતપ્રજ્ઞ રાજનેતા છે. સાવ નાની ઉંમરમાં તેઓ રાજકીય પરિપક્વતા શીખી ગયા છે. કાર્યકરોને સન્માન આપવું, ગરીબો પ્રત્યે અનુકંપા તેની ખાસિયત છે. ટૂંકમાં કહીએ તો એક યુવા વ્યક્તિત્વ માત્ર 38 વર્ષની ઉંમરે પોતાના ઉમદા વ્યક્તિત્વ, રાજકીય વિઝન, પ્રામાણિકતા, ગુણવત્તા આધારિત ટીમ વર્ક અને સેલ્ફ લર્નિંગ-સેલ્મ મેકિંગ પ્રોસેસ વડે શું બની શકે તેનું અજોડ ઉદાહરણ એટલે કૌશિક વેકરિયા

Advertisement

શૈલેશ પરમાર – કમલમ્, ગાંધીનગર સ્થિત ભાજપ પ્રવક્તા

Advertisement

કૌશિક વેકરિયા લાંબી રેસનો ઘોડો છે. બહોળું મિત્રવર્તુળ ધરાવનાર કૌશિક વેકરિયા મિલનસાર સ્વભાવના કારણે રાજનીતિમાં વર્ષો સુધી ચમકતા રહેશે. દિલીપભાઈ સંઘાણી અને રૂપાલાસાહેબ બંનેના એક સરખા પ્રીતિપાત્ર છે અને બંને સાથે સરખી રીતે સંકલન કરી શકે છે, જે એમની વિશેષ ખૂબી છે

Advertisement

વાચક રાજા લેખના પ્રતિભાવ માટે આ નંબર પર વૉટ્સઍપ કરી શકે છે-9909941536
નોંધ-લેખક પ્રસિદ્ધ ટીવી જર્નલિસ્ટ અને ટીવી-9 પર આવતા લોકપ્રિય કાર્યક્રમ ‘ભાઈ ભાઈ’ના ઍન્કર છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!