ગોધરા
પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમા આવેલી સસ્તા અનાજની દુકાનો પર જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા દ્વારા આકસ્મિત ચેંકીગ દરમિયાન વ્યાપક પ્રમાણમાં ગેરરીતી બહાર આવી હતી તેની સામે કાયદાકિય કાર્યવાહીના ભાગરુપે જે દુકાનોપર ગેરરીતી કરવામા આવી હતી તે દુકાનોના પરવાના કાયમી ધોરણે રદ કરી દેવામા આવ્યા હતા. જેના પગલે નવીન દુકાનો ખોલવા માટે જાહેરાત આપવામા આવી હતી. જેના સદંર્ભ પસંદગી પામેલા પરવાને દારોને જીલ્લા કલેકટર કચેરી હોલ ખાતે પરવાનાનુ વિતરણ કલેકટર આશિષ કુમાર તેમજ જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાની ઉપસ્થિતીમા કરવામા આવ્યુ હતુ
જિલ્લા પુરવઠા અધિકાર હરેશ મકવાણા પંચમહાલ ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લામાં આવેલ સરકાર માન્ય વ્યાજબી દુકાનોની આકસ્મીક તપાસણી કરવામાં આવેલી હતી. તપાસની દરમ્યાન જે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાતા તે પરવાનેદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. જે પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવેલા હતા તે માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની નવીન દુકાન ખોલવા માટે જાહેરાત આપવામાં આવેલી હતી તે જાહેરાત અંતર્ગ આશિષ કુમાર કલેક્ટર પંચમહાલ ગોધરા અને એચ.ટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા દ્વારા કાલોલ તાલુકાના 8,હાલોલ તાલુકાના 7, ઘોઘંબા તાલુકાના 3 , ગોધરા તાલુકાના 3 ,શહેરા તાલુકાના 1, મોરવા હડફ તાલુકાના 1,જાંબુઘોડા તાલુકાના 1,આમ કુલ મળી પંચમહાલ જિલ્લાના 24 સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોના નવીન પરવાના ઇસ્યુ કરવામાં આવ્યા હતા.