અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની હેરાફેરી અટકાવવા આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે બુટલેગરો પોલીસને થાપ આપવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે ફિલ્મીઢબે કારમાં ખેપ મારતા અમદાવાદના દંપતીને દબોચી લઇ કારમાંથી 504 બોટલ દારૂ જપ્ત કર્યો હતો અન્ય એક ટ્રકમાંથી 5.06 લાખના દારૂ સાથે ખેપિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવવા જતા કાર ચાલકે કાર પુરઝડપે હંકારી મુકતા ફિલ્મીઢબે પીછો કરી દહેગામડા નજીક કારને અટકાવી તલાસી લેતા કારમાંથી 92 હજારથી વધુના દારૂ સાથે કાર ચાલક બુટલેગર જીતેન્દ્ર રાજેન્દ્ર ધોબી અને તેની પત્ની સુસ્મિતા જીતેન્દ્ર ધોબી (બંને રહે, આકૃતિ ટાઉનશીપ, નારોલ કોર્ટ સામે, અમદાવાદ) ને દબોચી લઇ રૂ.6.02 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અન્ય એક કિસ્સામાં પોલીસે ટ્રકમાં ચપ્પલની આડમાં સંતાડેલ 5.06 લાખના વિદેશી દારૂ સહિત 11.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સુમિતસિંહ સતપાલસિંહ ઠાકોર (રહે,સબલપુર-યુપી) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો