દેહવેપાર માટે રૂપલલના સાથે ગ્રાહકનું મિલન યાદગાર બની રહે તે માટે ગેસ્ટહાઉસના સંચાલકો એશિયાટીક સિંહની માફક રાજા બન્યા
મોડાસા શહેરની સહયોગ બાયપાસ ચોકડી નજીક એક ફ્લેટમાં અને 420 બંગ્લોઝ પાસે ચાલતો દેહવેપાર
સ્પાની આડમાં કુટણખાના ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ અને ટોક ઓફ ધ ટાઉન
મોડાસામાં ચાલતા કુટણખાના સામે પોલીસતંત્રની ધુતરાષ્ટ્ર નીતિ
મોડાસા શહેરમાં બિલાડીની ટોપની માફક ગેસ્ટ હાઉસ ખુલી રહ્યા છે શહેરના કેટલાક ગેસ્ટ હાઉસ ફક્ત ને ફક્ત દેહવેપારના વેપલો ચલાવવામાં આવી રહ્યો છે શહેરના બાયપાસ રોડ પર, હજીરા વિસ્તારમાં કેટલાક ગેસ્ટ હાઉસમાં અમદાવાદના દલાલો મારફતે રૂપલલનાઓ લાવી કુટણખાનું ચલાવી રહ્યું છે શહેરના અનેક યુવાનો અને રંગીન મીજાજી લોકો કુટણખાનાના વ્યસની બની રહ્યા છે શહેરના ગેસ્ટ હાઉસોમાં ધમધમતા દેહવિક્રિયના ધંધા સામે પોલીસતંત્ર મૂક પ્રેક્ષક બની રહ્યું છે કે પછી આશીર્વાદના પગલે ગેરકાયદેસર દેહવિક્રિયના ધંધાર્થીઓ બિન્દાસ્ત બન્યા સહીત ચર્ચાએ જોર પકડ્યું છે.
મોડાસા શહેરમાં ધમધમતા દેહવિક્રિયના ધંધામાં 18 વર્ષની યુવતીઓથી લઈને 58 વર્ષની વૃદ્ધા પણ ગરીબીના પગલે દેહવેપાર કરવા મજબુર બની છે શહેરના સહયોગ ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાં મોડલિંગ કરતી યુવતીઓ લાવી એક દંપતી ગેરકાયદેસર દેહવિક્રિયનો ધંધો ચલાવી રહ્યું છે ફ્લેટમાં રહેતા અન્ય પરિવારો અને તેમના સંબંધી પણ ભારે સંકોચ અનુભવી રહ્યા હોવા છતાં દંપતીના ખોફ સામે બોલવા તૈયાર નથી
મોડાસા શહેરના ગેસ્ટ હાઉસમાં અમદાવાદના દલાલો મારફતે રૂપલલનાઓ સપ્લાય કરવામાં આવે છે અને દર અઠવાડીએ દેહવિક્રિય કરતી યુવતીઓની અદલાબદલી કરવામાં આવી રહી છે દેહવેપારનો વેપલો ચલાવતા સંચાલકો વૉટ્સઅપ અને ટેલિગ્રામ મારફતે યુવતીનો ફોટા તેમના ગ્રાહકોને મોકલી લલચાવી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસ અને એસઓજી પોલીસ ગેરકાયદેસર દેહવિક્રિયનો ધંધો ચલાવતા ગેસ્ટ હાઉસ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે