કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા શનિવારે રાજધાની દિલ્હીમાં પ્રવેશી ચુકી છે. આજે યાત્રા સવારે બદરપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી હતી. આ મુલાકાતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાએ પણ ભાગ લીધો હતો. રાહુલે સવારે રામ દરબારની મુલાકાત લીધી અને બપોરે હઝરત નિઝામુદ્દીનની દરગાહ પર જઈને ચાદર ચઢાવી. રાહુલના શક્તિ પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. આ યાત્રા મથુરા રોડ, ઈન્ડિયા ગેટ અને આઈટીઓ થઈને લાલ કિલ્લા પર પહોંચી ગઈ છે. રાહુલે વિપક્ષી પાર્ટીઓને પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.
લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીએ લોકોને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત નફરતને લઈને કરી. રાહુલે કહ્યું કે જ્યારે મેં ચાલવાનું શરુ કર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે દેશમાં નફરત છે. પરંતુ આ સત્ય નથી. દેશભરમાં એકતા છે. આજે દેશમાંથી નફરતને દૂર કરવાની જરૂર છે. 90 ટકા લોકો એકબીજાને પ્રેમ કરે છે. રાહુલે લાલ કિલ્લાની બાજુમાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાનું ઉદાહરણ આપ્યું છે.
રાહુલે કહ્યું કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી. આ અંબાણી અને અદાણીની સરકાર છે. તેમનું સંપૂર્ણ ધ્યાન અહીંની ત્યાં કરવાનું છે. હું 2800 કિલોમીટર ચાલ્યો છું. મેં ક્યાંય મારપીટ અને હિંસા નથી જોઈ.
રાહુલે કહ્યું કે જ્યારે મેં યુવાનો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે હું એન્જિનિયર, ડોક્ટર, આઈએએસ બનવા માંગુ છું. પણ આજે શું કરે છે- ભજીયા બનાવે છું. દેશમાં બેરોજગારી કેમ આવી? આ દેશને રોજગાર માત્ર નાના વેપારીઓ અને ખેડૂતો આપી શકે છે. આ લોકો દેશને રોજગાર આપે છે. તેઓ 24 કલાક લાગેલા રહે છે. બેંકના દરવાજા બંધ રહે છે. જ્યારે બે-ચાર કરોડપતિઓને એમ જ પૈસા આપી દેવામાં આવે છે. રાહુલે નોટબંધીને ખેડૂતો અને નાના વેપારીઓને મારવાનું હથિયાર ગણાવ્યું છે.
રાહુલે કહ્યું કે પ્રેસના લોકોએ મને પૂછ્યું કે તમને ઠંડી નથી લાગતી. મેં કહ્યું કે તેઓ ભારતના ખેડૂતો, મજૂરો અને ગરીબોને કેમ પૂછતા નથી. હું 2800 કિલોમીટર ચાલી ચુક્યો… આ કોઈ મોટી વાત નથી. આ મોટું કામ નથી કર્યું. આખું ભારત ચાલે છે. ખેડૂતો, મજૂરો તેમના સમગ્ર જીવનમાં 10 હજાર કિમી સુધી ચાલી લે છે.
આગળ રાહુલ ગાંધીએ કહ્યું બીજેપીના લોકો હિન્દુ ધર્મની વાત કરે છે. હું પૂછવા માંગુ છું- હિન્દુ ધર્મમાં ક્યાં લખ્યું છે – ગરીબ અને નબળા લોકોને મારવા જોઈએ. હિન્દુ ધર્મ કહે છે કે ડરશો નહીં. આ લોકો દેશભરમાં 24 કલાક ડર ફેલાવવાની વાત કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ અને ભાજપે મારી ઈમેજ ખરાબ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા. પણ હું એક શબ્દ નથી બોલ્યો. ન સ્પષ્ટતા આપી. એકદમ ચૂપ રહ્યો. મેં વિચાર્યું કે ચાલો જોઈએ કે કેટલો દમ છે. વોટ્સએપ, ફેસબુક પર ચલાવ્યું. આખા દેશમાં દુષ્પ્રચાર કર્યો. હવે એક મહિનામાં મેં હકીકત બતાવી દીધી. બધે બધું ખતમ. સત્ય છુપાવી શકાતું નથી. ક્યાંકને કયાંકથી સત્ય બહાર આવી જાય છે. નફરત અને ભયથી પ્રિય દેશને નુકસાન થઈ રહ્યું છે. આ સત્ય છે. તેથી જ અમે કન્યાકુમારથી કાશ્મીર સુધીની આ યાત્રા કરી છે. અમે હવે શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવીશું.
2004માં રાજકારણમાં આવ્યો ત્યારે અમારી સરકાર હતી. આ છાપાના લોકો વખાણ કરતા હતા. 24 કલાક રાહુલ ગાંધી કરતા હતા. પછી હું ભટ્ટા પરસોલ ગયો. ત્યાં ખેડૂતોની જમીનનો મુદ્દો ઉઠાવ્યો. એ પછીથી બધા પાછળ પડી ગયા. જમીન સંપાદન બિલ આવ્યું. 24 કલાક પાછળ પડી ગયા.
ભારતના વડાપ્રધાન પર લગામ લાગી છે, તે તેમની ભૂલ નથી. તેઓ તેને સંભાળી શકતા નથી. તેમને નિયંત્રિત કરી લીધા છે. તમામ જાહેર ક્ષેત્રો પણ તેમના જ છે. એરપોર્ટ, બંદર, કૃષિ, લાલ કિલ્લો પણ તેમના છે. તાજમહેલ પણ જતો રહેશે. આ દેશની વાસ્તવિકતા છે. હાઇવે અને સેલફોન પણ તેમના જ છે. પણ સત્ય આપણું છે.
ભારત જોડો યાત્રામાં કોઈ નફરત ન હતી. ન તો કોઈ હિંસા થઈ. જ્યારે કોઈ પડી જતું તો તેને સેકન્ડમાં ઉઠાવી લેતો હતો. ઉદાહરણ તરીકે, જ્યારે હરિયાણાના પીસીસી ચીફ પડ્યા, ત્યારે તેમને એક સેકન્ડમાં ઉઠાવી લેવામાં આવ્યા.
રાહુલે કહ્યું કે અમારે શર્ટ અને સેલફોન પર, જૂતાની નીચે મેડ ઇન ઇન્ડિયા લખવાનું છે. આપણે એ દિવસ જોવાનો છે, જ્યારે કોઈ ચીનમાં જઈને જુએ કે મેડ ઇન ન્યુ દિલ્હી ઇન્ડિયા. અમે તે કરીને બતાવીશું. આ દેશ તેને પરિપૂર્ણ કરી શકે છે. રાહુલે લોકોને ફ્લાઈંગ કિસ આપી હતી. નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલીશું.