થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા : ધનસુરા પોલીસે કારમાંથી 1.93 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર ફરારગાંધીના ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની રેલમછેલ થતી હોવાનું જગજાહેર છે થર્ટી ફર્સ્ટના પગલે વિદેશી દારૂની માંગમાં ઉછાળો આવતા બુટલેગરો મોટી માત્રામાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ રાજસ્થાનને અડીને આવેલી આંતરાજ્ય સરહદ પર કડક ચેકીંગ હાથધરાતા બુટલેગરો અંતરિયાળ રોડ મારફતે વિદેશી દારૂની ખેપ મારી રહ્યા છે ધનસુરા પોલીસે આમોદરા ત્રણ રસ્તા નજીક સ્વીફ્ટ કારમાંથી 1.93 લાખથી વધુનો દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ધનસુરા પોલીસ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી હોય તેમ વિવિધ વાહનો મારફતે ઠલવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી રહી છે આમોદરા ત્રણ રસ્તા નજીક વાહનોનું ચેકીંગ હાથધરતા વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર કિશોરપુરા ચોકડીથી આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની વોચ ગોઠવાતા દારૂ ભરેલી કાર આવતા અટકાવવા પ્રયાસ કરતા બુટલેગર કાર રોડ પર મૂકી રફુચક્કર થઇ ગયો હતો પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-588 કીં.રૂ.193200 સહીત 6.93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા