29.2 C
Gujarat
Saturday, August 29, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાની નર્સિંગ કોલેજમાં મહિલાઓ પર જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ...

અરવલ્લી: મોડાસાની નર્સિંગ કોલેજમાં મહિલાઓ પર જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર

0

અરવલ્લીમાં નર્સિંગ કોલેજ મોડાસા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (ફરીયાદોનું નિવારણ,પ્રતિબંધક અને અટકાયત) અધિનિયમ-2013 ” અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમીનાર તથા મહિલાલક્ષી યોજનાઓના માર્ગદર્શન અંગેનો સેમિનાર નર્સિંગ કોલેજમાં યોજાયો.

કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી વિશે વિસ્તૃત માહિતી આ સેમિનારમાં આપી જાતીય સતામણી વિશે પ્રતિકાર ફિલ્મ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાકીય માહિતી, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર અને 181 અભયમ મહિલા હેલ્પલાઈનની વિસ્તૃત માહિતી ડેમોસ્ટ્રેશન ધ્વારા આપવામાં આવી. આ સાથે જ  રોજગાર કચેરી ધ્વારા રોજગાર અને અનુબંધન પોર્ટલ વિશેની માહિતી વિદ્યાર્થિનીઓ સાથે પહોંચાડવામાં આવી હતી.

મોડાસાની શ્રી. એન.એસ. પટેલ લો કોલેજના પ્રોફેસર અશોક શ્રોફ દ્વારા મહિલાઓને લગતા કાયદા અંગે મહિલાઓ તેમજ વિદ્યાર્થિનીઓને જરૂરી માહિતી આ સેમિનારમાં પુરી પડાઈ હતી. આ સાથે જ કાયદાકીય રીતે કેવી રીતે આગળ કાર્યવાહી કરવી તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર, એલ.પટેલ નર્સિંગ કોલેજના પ્રમુખ  ડૉ.અશ્વિનભાઈ, મોડાસા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વનીતાબેન પટેલ, સ્થાનિક ફરિયાદ સમિતિના અધ્યક્ષ તથા ડૉ દિપ્તીબેન ઉપાધ્યાય સ્થાનિક ફરિયાદ સમિતિના સભ્ય એ કામકાજના સ્થળે જાતીય સતામણી પર ઉદાહરણ આપીને વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ દહેજ પ્રતિબંધક અધિકારી ડૉ નરેશભાઈ વી. મેણાત, માહિતી અધિકારી રેશ્મા નિનામા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!