28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા કલેક્ટરના હસ્તા ધનવંતરી રથને ખુલ્લો મુકાયો, જિલ્લા કલેક્ટરે બતાવી લીલી...

અરવલ્લી જિલ્લા કલેક્ટરના હસ્તા ધનવંતરી રથને ખુલ્લો મુકાયો, જિલ્લા કલેક્ટરે બતાવી લીલી ઝંડી

0
110

શ્રમિકોને તેમના કામકાજ સ્થળે દવાઓ અને પ્રાથમિક ઉપચાર અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ધનવંતરી રથ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં વધુ એક ધનવંતરી રથની ફળાવણી કરવામાં આવી હતી, જેને જિલ્લા સેવા સદનથી જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીણાના હસ્તે લીલી ઝંડી બતાવી કાર્યરત કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં ફાળવેલ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નિશુલ્ક તબીબી સારવાર, યોજનાકીય લાભોની જાણકારી બાંધકામ સાઈડ, કડિયાનાકા અને શ્રમિક વસાહતો સુધી નિશુલ્કમાં પહોચાડવામાં આવશે. ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યો હતો, જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારી, જીવીકે ના કર્મચારીઓ, સહિત 108 ઈમરજન્સી સ્ટાફ, ધનવંતરી રથના કર્મચારીઓ તેમજ ટેકનિકલ ટીમ ઉપસ્થિત રહી હતી.

અરવલ્લી જિલ્લમાં  કુલ 5 ધનવંતરી રથ
મોડાસા
બાયડ
મેઘરજ
શામળાજી, ભિલોડા
ભિલોડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!