38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પાટણ : પિતા તડપતા રહ્યા, પગ પકડી પુત્રના હૈયાફાટ રૂદનથી અરેરાટી, સુજનીપુર...

પાટણ : પિતા તડપતા રહ્યા, પગ પકડી પુત્રના હૈયાફાટ રૂદનથી અરેરાટી, સુજનીપુર રેલવે ફાટક નજીક કરૂણ અકસ્માત

0
499

મેરા ગુજરાત પાટણ,

રાજ્યમાં છાશવારે અકસ્માતની અનેક ઘટનાઓ ઘટતી હોય છે જેમાં કેટલાય લોકો મોતને ભેટે છે, પણ શનિવાર એક પરિવાર માટે કપરો સાબિત થયો. પાટણના બીડી હાઈસ્કૂલ રોડ નજીક આવેલા સુજનીપુર રેલવે ફાટક નજીક એક વ્યક્તિ ટ્રેન નીચે આવી જતાં શરીરના બે ટૂકડા થઇ ગયા. કમકમાટી ભર્યા અકસ્મતાને પગલે પરિવારજનોમાં હૈયાફાટ રૂદન જોવા મળ્યું છે. કરૂણ ઘટનાને પગલે ભોગ બનનાર વ્યક્તિની હિંમતને દાદ આપવી જોઇએ, શરીરના બે ટૂકડા થઇ જવા છતાં આધેડ થોડીક મિનિટ માટે જીવિત રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પાટણમાં એક આધેડ ટ્રેન નીચે આવી જતાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો, જેમાં આધેડના શરીરના બે ટૂકડા થઇ ગયા હતા. એટલું જ નહીં શરીરના બે ટૂકડા થઇ જવા છતાં આધેડ થોડીક ક્ષણો માટે જીવિત રહ્યો હતો, પિતાને જોઇને પુત્ર પગ પકડીને અશ્રુધારા વહાવતો રહ્યો પણ પિતાની હાલત એટલી ગંભીર હતી તે કંઇજ કરવામાં અસમર્થ હતો. ઘટનાની થોડીક ક્ષણો પછી પિતાએ દુનિયાને અલવિદા કરી દેતા પરિવારજનોનું હૈયાફાટ રૂદનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર  પાટણના સુરજપુર નજીક રેલવે ફાટક પાસે માલગાડી પસાર થઇ રહી હતી, આ સમય દરમિયાન ભારથી ગોસ્વામી નામના વ્યક્તિ અગમ્ય કારણોસર ટ્રેન નીચે આવી ગયા હતા, જેને લઇને આધેડના શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. આ પરિવાર દીકરાને ભણાવવા માટે ગમાડેથી પાટણ રહેવા માટે આવ્યો હતો, ત્યારે ગંભીર ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

વીડિયો અત્યંત લોહિયાળ અને વિચલિત કરી શકે એમ હોઇ અહીં દર્શાવી શકતા નથી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!