34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ આંતરરાજ્ય સરહદો પર સઘન સુરક્ષા બોદી..!! : અરવલ્લી LCBએ વાંસેરા ગામ નજીક...

આંતરરાજ્ય સરહદો પર સઘન સુરક્ષા બોદી..!! : અરવલ્લી LCBએ વાંસેરા ગામ નજીક ઇકો કારમાંથી 497 બોટલ દારૂ ઝડપ્યો

0
168

થર્ટી ફર્સ્ટમાં વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા અને દારૂ પીને છાકટા બની રાજ્યમાં પ્રવેશતા રોકવા માટે 8 બોર્ડર પર સઘન સુરક્ષા સહીત વાહનોનું સઘન ચેકીંગ હાથધરવાની સાથે હાઇવે અને અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરવા છતાં બુટલેગરો રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ઠાલવવા મરણીયા બન્યા છે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ શામળાજી પોલીસની હદમાં વાંસેરા ગામની સીમમાં બાતમીના આધારે ઇકો કારમાંથી 83 હજારનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો આંતરરાજ્ય સરહદ પર ઉભી કરેલી સઘન સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ તેમની ટીમ સાથે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાનમાંથી ઇકો કારમાં વિદેશી દારૂ ભરી બે બુટલેગરો વાંસેરા થી દાવલી તરફ જવાના હોવાની બાતમી મળતા વાંસેરા નજીક નાકાબંધી કરતા વિદેશી દારૂ ભરેલી ઇકો કાર બે બુટલેગર રોડ પર મૂકી ફરાર થઇ જતા એલસીબી પોલીસે ઇકો કારની તલાસી લેતા કારમાંથી કારમાં સંતાડેલ વિદેશી દારૂની નાની-મોટી દારૂની બોટલ નંગ -497 કીં.રૂ.83100/- તેમજ કાર મળી રૂ.3.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગર સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!