અનૈતિક સંબંધોમાં અનેક પરિવારોનો ઘર સંસાર તૂટી ચુક્યો છે અમદાવાદમાં નોકરી કરતો યુવક ગામડે આવતો ત્યારે પત્નીને અગમ્ય કારણોસર મારઝૂડ કરતો હોવાથી ઈજાગ્રસ્ત થતી ત્યારે દિયર ભાભીને દવા લગાવી આપી સાંત્વના આપતો હતો મોટો ભાઈ અમદાવાદ નોકરી પરત ફરે ત્યારે દિયર ભાભીને પ્રેમરૂપી મરહમ પણ લગાવવાનું શરૂ કરતા એકલતા અને ઝગડાળુ સ્વભાવથી ત્રાસી ઉઠેલી પત્ની દિયરના પ્રેમમાં પડતા બંને પ્રેમાંધ બની એક બીજામાં ખોવાઈ જતા પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ બંનેને સમજાવતા થોડો સમય દૂર રહ્યા પછી ફરીથી ભાન ભૂલતા અન્ય ભાઈએ દિયર ભાભીના ફોટા પતિને મોકલી આપતા પતિ છૂટાછેડા આપી દેવા મજબુર બનતા મહિલાને ભૂલનો અહેસાસ થતા અમદાવાદ પહોંચી અભયમને કોલ કરતા પતિ-પત્નીનું કાઉન્સલીંગ કરી ઘર સંસાર તૂટતો અટક્યો હતો અને દિયર સામે ફરિયાદ કરવા તજવીજ હાથધરી હતી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાએ ફોન કરીને કહ્યું હતું કે મારા પતિ છૂટાછેડા આપવા માગે છે, જેથી શાહીબાગ લોકેશનની મહિલા હેલ્પલાઇનની ટીમ જગ્યા પર પહોંચી હતી અને મહિલાને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેનો પતિ અમદાવાદમાં નોકરી કરે છે અને પોતે ગામડે પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં બે દીકરી છે અને અત્યારે ફરીથી ગર્ભવતી છે. પતિ નોકરી થી ઘરે આવતો ત્યારે મારઝૂડ કરતો હોવાથી તેને તેના દિયર સાથે આંખ મળી જતા બંને વચ્ચે અનૈતિક સબંધો બંધાયા હતા આ અંગે પતિ અને પરિવારજનોને જાણ થતા તેને દિયર સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું પરંતુ ભાભીના પ્રેમમાં પાગલ બનેલ દિયર છેલ્લા એક વર્ષથી તેને હેરાનપરેશાન કરતો હોવાથી તેના મરજી વિરુદ્ધમાં સંબંધ રાખતી હતી આખરે તેને અભયમ ની મદદ લેતા ઘર સંસાર તૂટતો બચ્યો હતો અને મહિલાએ દિયર સામે ફરિયાદ નોંધાવવાની વાત કરતા તેને ગામડે પોલીસ સ્ટેશન મોકલી આપી હતી