asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી જિલ્લામાં આશીર્વાદ સ્વરૂપ બની 108 ઇમરજન્સી સેવા; એક વર્ષમાં 15947 લોકોને મળ્યો લાભ


અરવલ્લી જિલ્લામાં આ વર્ષ દરમિયાન 108 દ્વારા 15947 જેટલી ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી .ગુજરાત રાજ્ય મા 108 ઈમરજન્સી સેવા આર્શીવાદ રૂપ બની છે. ચાલુ વર્ષ 2022 મા આજ દિન સુધી મા અંદાજિત 1.20 લાખ જેટલા ઈમરજન્સી કોલ આવેલ છે. જેમાં અરવલ્લી જિલ્લા મા 15947 જેટલા કોલ આવેલા હતા.

Advertisement

ઇ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ની 108 ઈમરજન્સી સેવા છેલ્લા 15 વર્ષ થી ગુજરાત રાજ્યના લોકો ના જીવ બચાવવા માટે કટિબદ્ધ રહી છે. કોરોના જેવા કપરા કાળ દરમિયાન 108 દ્વારા રાત દિવસ જોયા વગર ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવેલ છે.

Advertisement

અરવલ્લી જિલ્લા ની વાત કરવામાં આવે ત્યારે અરવલ્લી જિલ્લા મા ટોટલ 12 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ વર્ષ દરમીયાન 15947 જેટલી ઈમરજન્સી અરવલ્લી જિલ્લા ની 108 દ્ધારા પૂરી પાડવામાં આવેલ છે. જેમાં થી 5894 જેટલી સગર્ભા ની પ્રસૂતિ કેસ 108 ને મળેલ છે. તેમજ અન્ય ઈમરજન્સી સેવા જેવી કે અકસ્માત ને લાગતા 2320; પડી જવાના 1689; શ્વાસ લેવામાં તકલીફ પડતા 812; હ્રદય ને લગતા 532; પેટ માં દુખાવાના 1489; પોઈઝનિંગ ના 387; પેરાલીસીસ ને લગતા 76;તથા અન્ય 2748;જેવી અલગ અલગ કોલ આવેલ હતા. આ દરેક ઈમરજન્સી અરવલ્લી 108 દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી કરવામાં આવેલ છે.

Advertisement

આ કામગીરી ને ધ્યાન માં રાખી ને ખેડા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી ઉપરાંત સુપરવાઇજર ભૂપેન્દ્ર ચૌધરીએ પણ ૧૦૮ ના તમામ કર્મચારીઓની આ સેવાને બિરદાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!