30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત પંચમહાલ: કાલોલની ગોમા નદીમાં ખનીજ ચોરી કરતા ખનન માફિયાઓ પર તવાઈ, 10...

પંચમહાલ: કાલોલની ગોમા નદીમાં ખનીજ ચોરી કરતા ખનન માફિયાઓ પર તવાઈ, 10 ડંપર સહિત JCB મશિન જપ્ત

0
191

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામ પાસે આવેલા ગોમા નદીમાં કેટલા ખનીજ માફીયાઓ દ્વારા બેરોકટોક ખનીજની ચોરી કરવાની ફરિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવી હતી જેના ભાગરૂપે કાલોલ તાલુકાના ચલાલી ગામે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની રેવન્યુ ટીમ જેમાં એસડીએમ મામલતદાર અને હાલોલ ડીવાયએસપી ની ટીમ જેમાં સમાવેશ થતા વેજલપુર, કાલોલ અને દામાવાવ પોલીસ સ્ટેશન તથા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી અને તેમની ટીમના સંયુક્ત રીતે ચલાલી ગામે રેઈડ કરવામાં આવી હતી જેમાં 10 ટ્રક એક જેસીબી મશીન ત્રણ ટ્રેક્ટર સહિત અંદાજિત બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જિલ્લા પ્રશાસન દ્વારા પકડાયેલ તમામ વાહનો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!