અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસતંત્રએ હાઇવે અને અંતરિયાળ માર્ગો પર પોલીસ પેટ્રોલિંગ હાથધરી થર્ટી ફર્સ્ટની ઉજવણી દારૂ પીને કરનારાઓને પકડી લેવા પોલીસે આખી રાત ઝુંબેશ ચાલુ રાખી હતી. આંતરરાજ્ય સરહદો પર વાહન ચેકિંગ થયું હતું. તેમજ શંકાસ્પદ જણાય તેવા લોકોને અટકાવી બ્રિથ એનલાઇઝર તપાસ કરવામાં આવી હતી. જેમાં 39 લોકો રાજાપાટમાં ઝડપાતા જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો
અરવલ્લી જીલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટમાં દારૂની મહેફિલ માણી રોડ પર બિન્દાસ્ત ફરતા 39 પીધ્ધડોને દબોચી લેતા ઉજવણીનો નશો ઉતરી ગયો હતો તેમજ બે સ્થળો પરથી વિદેશી દારૂ અને 6 સ્થળેથી દેશી દારૂનો વેપલો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો થર્ટી ફર્સ્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી