મોબાઇલના આગમન પછી બાળકોમાં ભારે વળગણ પેદા થયું છે બાળકો અને યુવાઓ પણ મોબાઇલમાં ગેમ્સ રમવા પાછળ પાગલ બન્યા હોવાથી પરંપરાગત રમતો વિસરાઈ ચુકી હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે મોડાસા શહેરના યુવા ગ્રુપ દ્વારા બાળકોને મોબાઇલ ગેમની લત છોડાવવાની સાથે મેદાન પર મૃતપાય હાલતમાં બનેલી પરાંપરાગત રમતો સાથે બાળકોમાં હરીફાઈ અને ખેલદિલીની ભાવના વધે તેવા ઉમદા હેતુથી સતત ત્રીજા વર્ષે યુવા ફેસ્ટિવલની આયોજન કરવામાં આવતા 16 શાળાના 2078 બાળકોએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો બાળકો સાથે તેમના વાલીઓમાં પણ યુવા ફેસ્ટિવલ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે
મોડાસામાં યુવા ગ્રુપના યુવા ફેસ્ટિવલમાં રસ્સાખેચ, રીલે દૌડ, લેગ ક્રિકેટ,ખોખો,કબડ્ડી,સ્લો સાઇકલ,લીંબુ ચમચી, કોથળા દૌડ, સંગીત ખુરશી,ચેસ, પીઅપ એન્ડ સ્પીચ, પેઇન્ટીગ, મહેંદી,ડચ ગેમ અને ઇલ્યુઝન જેવી ૧૬ ગેમો માં બાળકો એ ભાગ લીધો છે યુવા ફેસ્ટીવલનો પ્રારંભ
સ્વામી વિવેકાનંદ યુવક મંડળના ઝોન ઇન્ચાર્જ હિમાંશુ પટેલ ના હસ્તે ફ્લેગ હોસ્ટીગ કરી યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો, અતિથી વિશેષ તરીકે મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર, રીટાયર્ડ આચાર્ય જનાબ મોહંમદ હુશેન ગેણા, નામાંકીત તબીબ ડો. જમીલ ખાનજી, જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી મઝહર સુથાર, કોર્પોરેટર ગુલામહુશેન ખાલક (નેતાજી) અને લાલાભાઇ જેથરા, અગ્રણી બિલ્ડર અ.રહેમાન દાદુ, મખદૂમ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ના ચેરમેન સલીમ ભાઇ દાદુ તેમજ સમગ્ર યુવા ગ્રુપ ના સભ્યો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો આ ફેસ્ટિવલ ૨ દિવસ ચાલશે અને ૩૦૦ થી બાળકો ને ઇનામો આપવામાં આવશે સમગ્ર આયોજન મખદૂમ હાઇસ્કૂલ ના પરિસર માં કરવામાં આવેલ છે અને આ ભગિરથ પ્રયાસ અને આ આયોજન ની સમગ્ર મોડાસા નો લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે