27 C
Ahmedabad
Thursday, April 25, 2024

સાબરકાંઠા: કપાસના ભાવ નહીં મળતા કપાસ સળગાવવાની માંગ તંત્ર પાસે માંગી, APMC એ કહ્યું ખેડૂત સાથે રહીશું


રાજ્યમાં ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ ખેડૂતોને દિવસને બદલે રાત્રે વીજળી મળી રહી છે તો રાજ દિવસ ઉજાગરા વેઠી ખેતી કરતા ખેડૂતોને ભાવ નહીં મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આખરે ખેડૂતે કંટાળી કપાસ સળગાવવાનો નિર્ણય કર્યો અને વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગી લીધી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીના જેતપુર કંપાના ખેડૂતે કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા પોતાનો સંપૂર્ણ પાક સળગાવી દેવા માટે વહીવટી તંત્ર સહિત સરકારને રજૂઆત કરી છે જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે તો વળી એપીએમસી એ પણ ખેડૂતનું સમર્થ કરતાં જણાવ્યું કે, સમય આવશે તો આંદોલન પણ કરીશું.

Advertisement

સાબરકાંઠાના વડાલી ના જેતપુર કંપાના રાજુભાઈ પટેલ નામના ખેડૂતે વડાલી મામલતદાર સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટરની પોતાનો મહામૂલો કપાસનો પાઠ સરકારી કચેરી આગળ સળગાવી દેવાની લેખિત રજૂઆત કરતા આજે જિલ્લામાં ભારે ખરબ્રાટ વ્યાપ્યો છે જોકે આ મામલે ખેડૂતની રૂબરૂ મુલાકાત લેતા તેમને આ મામલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ભાવલક્ષી પોલિસી દર વખતે અલગ અલગ હોય છે હાલના તબક્કે મગફળીના ભાવ કરતા કપાસના ભાવ ગગડી જતા જેતપુર કંપા વિસ્તારમાં ખેડૂતો ભારે રોષે ભરાયા છે જેના પગલે જેતપુર કંપાસના સ્થાનિક ખેડૂત રાજુભાઈ પટેલે આજે રજીસ્ટર પોસ્ટથી ગુજરાત સરકાર સહિત વડાલી અને સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીને તાત્કાલિક ધોરણે કપાસનો મહામૂલો પાક સળગાવી દેવાની પરમિશન માગી છે. આ તબક્કે રાજુભાઈ પટેલની મુલાકાત કરતા તેમને જણાવ્યું હતું કે ગત વર્ષે કપાસનો પાક વેચી નખાયા બાદ 2100 થી વધારે ભાવ પહોંચ્યા હતા તેમજ હાલ કપાસનો ભાવ 1600થી પણ ઓછો બોલાઈ રહ્યો છે જે વડાલી સહિત સમગ્ર સાબરકાંઠાને ગુજરાતના ખેડૂતોને કોઈપણ ભોગે પોષણક્ષમ ન હોવાના પગલે પરિવારની મંજૂરીથી કપાસ ને સળગાવી દેવાની પરમિશન માગવામાં આવી છે તેમજ આગામી પંદર દિવસના સમયગાળામાં તંત્ર દ્વારા ચોક્કસ કોઈ નિર્ણય નહીં લેવાય તો આત્મવિલોપન કરવાથી લઈ પાક સળગાવવાના મામલે કોઈ બે મત નહીં થવાય ત્યારે આજે અપાયેલી ચીમકીના પગલી હાલમાં સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં પણ ભારે ઘરમાં વાપર્યો છે.

Advertisement

ખેડૂતે જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગેલી મંજૂરીને લઇને માર્કેટ યાર્ડ પણ ખેડૂતના સમર્થનમાં આવી ગયું છે, માર્કેટ યાર્ડના ચેરમેન રાજુ પટેલે જણાવ્યું કે, ખેડૂતોને માર્કેટ યાર્ડમાં યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસ કરીશું.  આ સાથે જ તેમણે જણાવ્યું કે, ખેડૂતોન પ્રશ્નોના નિરાકરણ માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં તેમની સાથે રહીશું, એટલું જ નહીં આંદોલન કરવાની જરૂર પડશે તો તે પણ કરીશું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!