31.8 C
Gujarat
Wednesday, August 5, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસાના ફાર્મ હાઉસમાં થયેલી ચોરીનું પગેરું ફાસ્ટેગથી મળ્યું, એકને દબોચ્યો

અરવલ્લી : મોડાસાના ફાર્મ હાઉસમાં થયેલી ચોરીનું પગેરું ફાસ્ટેગથી મળ્યું, એકને દબોચ્યો

0
15

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઇલેક્ટ્રિક માલસામાન સહીત ગેસની બોટલોની ચોરીના ગુન્હાનો ભેદ ટાઉન પોલીસે ગણતરીના દિવસો ભેદ ઉકેલી નાખી ગોધરાના એક આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો તસ્કર ટોળકીએ ચોરી માટે ઉપયોગમાં લીધેલ આઇશર ટ્રક પર લાગેલ ફાસ્ટેગ પરથી પોલીસને ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી

મોડાસા શહેરના બાયપાસ રોડ પર સહયોગ ચોકડી નજીક આવેલ શ્રી રામ ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટકી ડ્રિલિંગ મશીન ઉપરની હેમર બીટ સેટ-3, બેટરીઓ અને ગેસની બોટલો સહીત 1.39 લાખના માલસામાનની ચોરી કરી ફરાર થઇ જતા ફાર્મ હાઉસ માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા પોલીસ ચોંકી ઉઠી હતી

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પીઆઇ રોહિત ચૌધરી અને તેમની ટીમે ફાર્મ હાઉસમાં ચોરીની ઘટનાના પગલે તપાસનો ધમધમાટ શરૂ કરી સીસીટીવી રેકોડિઁગના આધારે એક આઈશર ટ્રકમાં ચોરીનો માલસમાન મૂકી તસ્કરો માલપુર તરફ જઈ રહ્યા હોવાનું બહાર આવતા માલપુર ટોલપ્લાઝા પર લાગેલ સીસીટીવી કેમેરામાં ટ્રક કેદ થતા અને ટોલટેક્સ ફાસ્ટેગથી કપાતા ફાસ્ટેગનુ રિચાર્જ કરનાર રિયાજ સલીમ ઉર્ફે સલમાન જર્દા (રહે,મેહદાપ્લોટ, અબુબકરની મસ્જિદ બાજુમાં, ગોધરા)ને દબોચી લઇ તેની આગવી ઢબે પૂછતાછ કરતા ચોરીમાં વાપરેલ ટ્રક તેના કાકા યાસીન યુસુફ જરદાની હોવાની અને તેના પિતા સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા બંને ચોરી કરવાની ટેવ ધરાવતા હોવાની કબૂલાત કરતા અને રિયાઝ ચોરીમાં નાની મોટી મદદ કરતો હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરી તેના પિતા અને કાકાને ઝડપી પાડવા ગોધરા સહીત આજુબાજુના વિસ્તારોમાં તપાસ હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!