27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : રતનપુર ચેકપોસ્ટ પરથી અંગ્રીજી મૂળાક્ષરોના કોડવર્ડ સાથે દારૂની લાઈન ચાલુ..!!...

અરવલ્લી : રતનપુર ચેકપોસ્ટ પરથી અંગ્રીજી મૂળાક્ષરોના કોડવર્ડ સાથે દારૂની લાઈન ચાલુ..!! મોનેટરીંગ સેલે કારમાંથી 816 બોટલ દારૂ ઝડપ્યો

0
141

અરવલ્લી : રતનપુર ચેકપોસ્ટ પરથી અંગ્રીજી મૂળાક્ષરોના કોડવર્ડ સાથે દારૂની લાઈન ચાલુ..!! મોનેટરીંગ સેલે કારમાંથી 816 બોટલ દારૂ ઝડપ્ય

સ્ટેટ મોનેટરીંગ સેલે અરવલ્લી જીલ્લામાં ધામા નાખી દીધા છે સતત દારૂ ઝડપી રહી છે ત્યારે કોઈ પોલીસ અધિકારીનો ભોગ લે તો નવાઈ નહીં..!!

સ્ટેટ મોનેટરીંગ સેલ રનિંગ વાહનોમાંથી વિદેશી દારૂ ઝડપી રહી હોવાથી સ્થાનિક અધિકારીનો આબાદ બચાવ થઇ રહ્યો છે

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી દારૂની લાઈન ચાલતી હોવાની બૂમો ઉઠતી રહી છે બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતી શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી ઉદેપુરના કુખ્યાત બુટલેગરની દારૂની લાઈન ચાલુ કરી એક સાથે 6થી વધુ કારમાં વિદેશી દારૂ ભરી અંગ્રેજી મૂળાક્ષરના ત્રણ કે ચાર શબ્દના કોડવર્ડ સાથે ગુજરાતમાં ઠલવાઇ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સ્ટેટ મોનેટરીંગ સેલે રતનપુર ચેકપોસ્ટ નજીક ઇકો સ્પોર્ટ કારમાંથી 1.05 લાખથી વધુનો દારૂ સાથે બુટલેગરને દબોચી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ત્રણ ટીમ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આંટાફેરા મારી રહી છે સ્ટેટ મોનેટરીંગ સેલને શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના માર્ગ પરથી દારૂની લાઈન ચાલતી હોવાની બાતમી મળતા ખાનગી કારમાં અણસોલ નજીક પડાવ નાખી ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો અણસોલ ગામ નજીક ઇકો સ્પોર્ટ કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-816 કીં.રૂ.105840/- ના જથ્થા સાથે કાર ચાલક શકાજી રૂપલાજી ડાંગી (રહે,માવલી-ઉદેપુર, રાજ) ને દબોચી લઇ દારૂ, કાર, રોકડ રકમ, મોબાઈલ મળી રૂ.8.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ આદી મુનીમ નામના બુટલેગર અને અન્ય અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!