27 C
Ahmedabad
Saturday, April 20, 2024

22 વર્ષથી ઊંઘેલું તંત્ર જાગ્યું હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલું મુલ્કી ભવન કોમ્પલેક્ષ સીલ કરાયું


કોમ્પ્લેક્સ સીલ કરવા માટે તંત્ર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે પહોંચી કોમ્પ્લેક્સ સીલ કર્યું

Advertisement

સરકારી કર્મચારીઓ માટે ફાળવેલ સરકારી જમીન ઉપર જ સરકારી કર્મચારીએ ગેરકાયદેસર બાંધકામ કરાવી દીધુ

Advertisement

હિંમતનગર બસ સ્ટેશન સામે આવેલું આ મુલ્કી ભવન કોમ્પલેક્ષ વર્ષ 2000માં મહેસુલી ભવન બનાવવા માટે મહેસુલ વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યું હતું જોકે મહેસુલ વિભાગના જ ભેજાબાજ અધિકારીએ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સાથે રાખી આ કોમ્પ્લેક્સમાં દુકાનો બાંધી દીધી અને આ દુકાનો વેચી પણ દીધી જોકે આ બાબતે કોર્ટ મેટરો પણ થઈ હતી ત્યારે હવે સાબરકાંઠા વહીવટી તંત્રને મોડે મોડે 22 વર્ષે સુજબુજ જાગી કે આ કોમ્પ્લેક્સ ખોટી રીતે વાણિજ્ય હેતુ માટે વપરાઈ રહ્યું છે અને બંધાયુ પણ ખોટી રીતે જ છે ત્યારે હવે આજે 100 થી વધુ પોલીસનો કાફલો મોકલી જિલ્લા કલેકટરના આદેશથી આ કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યુ છે.

Advertisement

ગેર કાયદેસર રીતે દુકાનો બનાવ્યા બાદ પાલિકાએ પણ અનઅધિકૃત વિકાસને નિયમિત કરી શકાય નહીં તેવી જોગવાઈ હોવા છતાં આ જોગવાઈ ને નજર અંદાજ કરી ઇમ્પેક્ટ ફી વસૂલવાની શરૂ કરી દીધી અને બાંધકામ નિયમ બદલ પણ કરી દીધું તો ઓછા ભાવે દુકાનો મળતી જાણીને હિંમતનગર શહેરના મોટાભાગના લોકોએ આ દુકાનો ખરીદી પણ લીધી ને દસ્તાવેજ પણ કરી દીધા વળી દુકાનો બનાયા બાદ જે દુકાનો બાકી હતી તે ભાડે આપી અને તેનું ભાડું પણ મહેસુલ વિભાગના પૂર્વ પ્રમુખ દેવીશ પટેલે વસૂલવાનું શરૂ કરેલું ત્યારે હવે કોમ્પ્લેક્સ સીલ થતા ત્યાં દુકાનો ધરાવતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે

Advertisement

ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અને નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ, નગરપાલિકાની બોડી અને ચીફ ઓફિસર તમામે ફેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવાનો પેંતરો રચી દીધો અને રેગ્યુલાઇઝ કરી પણ દીધું છે ત્યારે હવે આ કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી થાય તે જરૂરી બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!