28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ભિલોડામાં મોબાઈલની દુકાનમાં ધાડ પાડનાર ત્રણ લબરમૂછિયા ચોરને 19...

અરવલ્લી : LCBએ ભિલોડામાં મોબાઈલની દુકાનમાં ધાડ પાડનાર ત્રણ લબરમૂછિયા ચોરને 19 ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધા

0
147

 

ગુન્હાખોરીના આલમમાં પગ મુકનાર ધનસોર ગામના ત્રણ લબરમુછિયા યુવાનો જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાસતા-ફરતા આરોપીને દબોચી લેવાની સાથે ચોરી, લૂંટના ગુન્હાના ભેદ ઉકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા બજારમાં આવેલી મોબાઈલની દુકાનમાં ધાડ પાડી નવા તેમજ રીપેરીંગમાં રહેલા 20 મોબાઈલની ચોરી કરનારા ધનસોર ગામના ત્રણ લબરમૂછિયા ચોરને દબોચી લઇ 19 મોબાઈલ રિકવર કરી ત્રણે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

ભિલોડાના કૈલાશ કોમ્પ્લેક્ષમાં આવેલ મહિમા મોબાઇલ શોપમાં થોડા દિવસ અગાઉ શટર તોડી અંદર રહેલા મોબાઈલની ચોરી થતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો જીલ્લા એલસીબી પોલીસે મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કરી બાતમીદારો સક્રિય કરતા ચોરીના મોબાઈલ વેચવા ત્રણ યુવકો ધોલવણી ચાર રસ્તા પર હોવાની બાતમી મળતા તાબડતોડ ધોલવણી ત્રણ રસ્તા પર ત્રાટકી 1)વિનોદ મહેન્દ્ર અસારી,2)મેહુલ જીતેન મોડીયા,3)સંજય વિદ્યાસાગર ભગોરા (ત્રણે રહે,ધનસોર-ભિલોડા) ને દબોચી લઇ ચોરી કરેલ મોબાઈલ નંગ-19 કીં.રૂ.17500/- નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!