ઉત્તર ભારતમાં હિમપાતની અસર ગુજરાતમાં અનુભવાઈ રહી છે, તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત ઠંડુગાર બન્યું છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં લોકો ઠંડીથી ઠુંઠવાઈ ગયા છે.
ગાત્રો થીજાવતી ઠંડીથી થર થર ધ્રુજી ઉઠેલા અરવલ્લી જીલ્લાના પ્રજાજનો છેલ્લા બે દિવસથી પારો ઉંચકતા ઠંડુગાર બનેલ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ધુમ્મસ જેવું વાતારણ સર્જાતા કાશ્મીર જેવો માહોલ વહેલી સવારે જીલ્લા વાસીઓએ અનુભવ્યો હતો ધુમ્મસ છવાતા ખેતીમાં રોગચાળાનો ભય પેદા થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે ધુમ્મસના પગલે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને સવારે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી
અરવલ્લી જીલ્લામાં મંગળવારની વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આકાશમાં ધુમ્મસ ભર્યું ધુમાળિયું વાતાવરણને લઈ સવારે અંધકારની સ્થિતિ જોવા મળી હતી. હાઇવે રોડ પર આવતા જતા વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ ધુમ્મસ ભર્યા દૂષિત વાતાવરણના કારણે ખેતીપાક પર અસર થવાની શકયતા રહેલી છે. ઘઉં, ચણા, કપાસ,રાયડો જેવા પાકમાં નુકશાનીનો વારો આવી શકે એમ છે. હજુ પણ બે દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના છે.