34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home કરંટ ઇશ્યુ ઝૅલેન્સ્કીએ પુતિનને કહ્યું – “શાંતિ માટે વાત કરવાનો આ ઉચિત સમય”

ઝૅલેન્સ્કીએ પુતિનને કહ્યું – “શાંતિ માટે વાત કરવાનો આ ઉચિત સમય”

0

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભિષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝૅલેન્સ્કીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેલેસ્કીએ શનિવારે કહ્યું કે, મોસ્કો સાથે સાર્થક વાતચીત માટેનો સમય છે. રશિયા પાસે તેની ભૂલથી થયેલા નુકસાને ઓછો કરવાની એકમાત્ર તક છે.

એક વીડિયોમાં સંદેશમાં ઝૅલેન્સ્કીએ કહ્યું કે, “શાંતિ પર સાર્થક વાતચીત, યુક્રેનની સુરક્ષા માટે અને રશિયાને તેની ભૂલથી થયેલા નુકસાનને ઓછો કરવા માટેની એકમાત્ર તક છે. વાતચીત કરવાની અને મુલાકાત કરવાની એકમાત્ર તક છે”

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, યુદ્ધનીને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પાટા પર લાવતા અનેક પેઢી લાગી શકે છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે મારિયુપોલમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જ્યાં એક થિયેટરના નીચે કાટમાળમાં ફસાયેલા નાગરિકોની શોધખોળ ચાલું છે. અત્યારસુધીમાં 130 લોકોને બચાવી લેવાયા છે, જોકે એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે, કેટલા લોકોના મોત નિપજ્યા છે. મારિયુપોલમાં આવેલા થિયેટરના કાટમાળમાં સેંકડો નાગરિકો ફસાયા હોવાની આશંકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!