33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ DGP ની લાલ આંખ : નારોલ પોલીસ સ્ટેશનના એક PI અને બે...

DGP ની લાલ આંખ : નારોલ પોલીસ સ્ટેશનના એક PI અને બે PSI સસ્પેન્ડ, પો.સ્ટે.વિસ્તારમાં ચોરીના સળિયા અને કેમીકલ મળી આવતા

0
478

રાજ્યમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લીધે સમગ્ર ખાખી પર દાગ લાગતા રહે છે બુટલેગરો સાથે ભાઈબંધી હોય કે પછી અસામાજીક તત્ત્વો સાથે મીલીભગત થી ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે યાર્ડમાંથી ચોરી કરી ઓઇલ અને લોંખડના સળિયા સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ૯ આરોપીઓની ધરપકડ કરી હતી નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીનો મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવતા રાજ્ય પોલીસ વડા ચોકી ઉઠ્યા હતા અને નારોલ પીઆઈ અને બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડાંમાં ખળભળાટ મચ્યો હતો.

 

ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એસ.પટેલ, પીએસઆઈ એસ.વી.પરમાર અને આર.આર.આંબલીયાને તાત્કાલીક અસરથી ફરજ મુક્ત કરી દીધા હતા રાજ્ય પોલીસવડાએ લાલ આંખ કરતા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો .છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!