મોટી ઇસરોલ ગામના નવીન રામદેવજી મંદિર માટે રણુંજા નિજ મંદિરેથી લાવવામાં આવેલ અખંડ
જ્યોતનું ઉમેદપુર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરાયું
જ્યોતને વધાવવા ગામ આખું હિલોળે ચડ્યું: 14 દિવસ ઉમેદપુર ગામના મંદિરમાં જ્યોતનો વિસામો
અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આગામી તા. 24,25,26 જાન્યુઆરી-2023 ના રોજ નવ નિર્મિત ઇચ્છાપૂર્ણ રામદેવજીનો ત્રણ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં અખંડ જ્યોત રાખવા માટે આજરોજ રણુંજા નિજ મંદિરેથી લાવવામાં આવેલ અખંડ જ્યોતનું ઉમેદપુર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરાયું હતું.રામદેવ ઉપાસક પૂ. હીરાદાદા અને પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા છેક રામદેવરા રણુંજા નિજ મંદિરની અખંડ જ્યોતમાંથી પ્રગટાવેલી આજે જ્યોત આજે રણુંજાથી ઉમેદપુર-જીવણપુર ગામે આવી પહોંચતા ગ્રામજનો, ભાવિકો, શ્રદ્ધાળુઓ દ્વારા હર્ષોલ્લાસ ભેર જ્યોતને વધાવવા ગામ આખું હિલોળે ચડ્યું હતું.
ઉમેદપુર અને મોટી ઇસરોલથી આવેલ સૌએ ભારે ઉમંગભેર જ્યોતને વધાવી આરતી કરી, દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 14દિવસ ઉમેદપુર ગામના મંદિરમાં આ જ્યોતના વિસામા બાદ વાજતેગાજતે મોટી ઇસરોલ ગામે મંદિરમાં પધરાવાશે.