33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી SP એ વધુ એક વાર બદલીનો ગંજીપો ચીપ્યો : મોડાસા રૂરલ...

અરવલ્લી SP એ વધુ એક વાર બદલીનો ગંજીપો ચીપ્યો : મોડાસા રૂરલ PI અને 6 PSI ની આંતરિક બદલી, કહીં ખુશી કહીં ગમ

0
2082

સ્વચ્છ છબી ધરાવતા અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે વધુ એકવાર પોલીસકર્મીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે થોડો સમય બદલીઓનો સિલસિલો બંધ રહ્યા પછી હોળાષ્ટક પુરા થતાની સાથે જીલ્લામાં ફરજ બજાવતા એક પીઆઇ અને ૬ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જીલ્લા પોલીસવડાએ બદલીનો ગંજીપો ચીપતા કહી ખુશી કહીં ગમ જેવો અધિકારીઓમાં માહોલ સર્જાયો હતો.

અરવલ્લી એસપી સંજય ખરાતે ૭ પોલીસ અધિકારીઓની આંતરિક બદલીનો આદેશ કર્યો છે જેમાં મોડાસા રૂરલ ઇન્ચાર્જ પીઆઈ અને એલઆઈબી શાખાના એમ.બી.તોમરને સીપીઆઈ બાયડ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે લીવ રિઝર્વ પીએસઆઇ સી.એફ.રાઠોડને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન,પીએસઆઈ એન.એમ.સોલંકીની કંટ્રોલરૂમ માંથી ધનસુરા સેકન્ડ પીએસઆઈ,શામળાજી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીએસઆઈ એમ.બી.ભગોરાને લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં સેકન્ડ પીએસઆઈ તરીકે, પીએસઆઈ કે.એન.મનાતની ધનસુરા સેકન્ડ પીએસઆઈ માંથી પેરોલ ફર્લો ટીમમાં,પીએસઆઇ એ.એ પટેલીયાની સેકન્ડ પીએસઆઈ ભિલોડા થી શામળાજી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીએસઆઇ તરીકે અને લીવ રિઝર્વ પીએસઆઈ બી.વી.બલાતની કંટ્રોલ રૂમ ખાતે બદલી કરવામાં આવી છે તમામ પોલીસ અધિકારીઓની જાહેર હીતમાં બદલી કરવામાં આવી હોવાની સાથે બદલીના સ્થળે તાત્કાલીક હાજર થવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!