જીતપુરના કપિલસિંહ રાજપુરોહિત સામે એક અને મોડાસાના વિષ્ણુ ભોઈ સામે બે ફરિયાદ નોંધાઈ
ગુજરાતમાં હવે વ્યાજખોરોની ખેર નહીં, ઉંચા વ્યાજે રૂપિયા રળતા વ્યાજ ખોરો સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી છે. ગરીબ અને જરૃરિયાતમંદ લોકોને ઉંચા વ્યાજે રૃપિયા આપી બળજબરીથી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલી કામગીરીના ભાગરૃપે અરવલ્લી જીલ્લાના અલગ–અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતની અધ્યક્ષતામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોકદરબારમાં 150 જેટલા લોકોએ રજુઆત કરી હતી જેમાં 11 લેખિત અરજી મળી હતી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બે વ્યાજખોરો પીડિત પાસેથી મહીને 10 થી 15 ટકા વ્યાજ વસુલાત કરતા હતા જિલ્લા સહિત મોડાસા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ નાના-મોટા વેપારી પાસે બિનઅધિકૃત રીતે વ્યાજના નાણાં આપી બાદમાં પઠાણી વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો સામે પોલીસે કાયદાનો ગાળીયો કસવાનું શરૂ કરતા વ્યાજખોરોનો ભોગ બનેલ લોકોએ હાશકારો અનુભવ્યો છે
મોડાસા શહેરના ભોઈવાડામાં રહેતા વિષ્ણુ કાંતિ ભોઈ નાણાં ધીરધાર કરવાનું રજીસ્ટ્રેશન નહીં કરાવી અને બિન અધિકૃત રીતે ઊંચા વ્યાજે જરૂરિયાત મંદ લોકોને નાણાં આપી શોષણ કરી રહ્યો છે મોડાસા શહેરમાં શાકભાજીની ફેરી કરતા ઇશાક મુસ્તુફા ચોંપનેરિયા અને ઇસ્માઇલ ઇકબાલ સુથાર નામના બે ફેરિયાને ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાથી વિષ્ણુ ભોઈ પાસેથી દસ હજાર રૂપિયા લેતા દર મહીને પંદર ટકા મુજબ પંદરસો રૂપિયા વસુલાતો હોવાની સાથે મૂડી કરતા અનેક ગણા રૂપિયા ચૂકવ્યા છતાં હેરાનગતિ કરતા બંને ફેરિયાઓએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અન્ય જીતપુર (મરડીયા) વ્યાજંકવાદી કપિલસિંહ નરેન્દ્રસિંહ રાજપુરોહિત પાસેથી મકાન રીપેરીંગ માટે મોડાસા શહેરના ભોજિયાવાસમાં રહેતા પંકજ કૈલાસભાઈ ભોજિયાએ ત્રીસ હજાર રૂપિયા લેતા દર મહિને દસ ટકા મુજબ ગેરકાયદેસર વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરતા આખરે પંકજ ભોજિયાએ કપિલસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી