asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

મોડાસા ટાઉન PI ભરાઈને મહિલાઓએ કેમ કહ્યું સાહેબ તમારે પણ માં… બહેન છે : મહિલા સશક્તિકરણના પોલીસ સ્ટેશનમાં જ ધજીયા ઉડાવ્યા


ફોજદાર ભરાઈએ કાનના કીડા ખરી પડે તેવા બિભસ્ત અપશબ્દો બોલતા યુવતી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી
સમગ્ર મામલે મહિલા આયોગ કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે બીજીબાજુ સરકારમાં ફરજ બજાવતા મોડાસા ટાઉન ફોજદાર બી.કે.ભરાઈએ મહિલા સશક્તિકરણના ધજીયા ઉડાવી દીધા હોય તેમ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચેલ ફરિયાદી સાથે રહેલ યુવતીઓ અને મહિલાઓ સામે ફોજદારગીરી બતાવતા બેફામ ગાળો બોલતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને દંડાનો ઘા કરી ફરજ પરના સ્ટાફને ફરિયાદ કરવા પહોંચેલ લોકોને આરોપી હોય તેમ પોલીસ સ્ટેશનમાંથી ખદેડી મુકવાનો આદેશ કરતા પોલીસકર્મીઓને શૂરાતન ચઢતા દંડા પછડાતા પાછળ દોડતા પોલીસ સ્ટેશન પરિસરમાં નાસભાગ મચી હતી

Advertisement

Advertisement

કાર્યક્રમમાં ટાઉન પીઆઈ ને બોલાવતા વિચારજો,,, કારણ કે બોલવાનું નથી ભાન

ઉત્તરાયણ પર્વના દિવસે સર્વોદય નગર વિસ્તારમાં યુવતીઓને જોઈ રોમિયોગીરી કરતા લંપટોને અટકાવતા આધેડ પર તૂટી પડતા ઢોર માર મારવાની ઘટના બનતા પીડિત પરિવાર અને સમાજના અગ્રણીઓ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતા ટાઉન ફોજદાર બી.કે ભરાઈ ઉશ્કેરાઈ જઈ મગજ પરનો કાબુ ગુમાવતા યુવતીઓ અને મહિલાઓ સહીત અગ્રણીઓને બેફામ ગાળો બોલતા પીડિત પરિવારની યુવતીઓ અને મહિલાઓ રીતસર રડી પડી હતી અને પોલીસ સ્ટેશન પરિસરમાં જ પીઆઈ ભરાઈ ના વર્તનથી સમસમી ઉઠી કહેતી હતી કે સાહેબને પણ માં….બહેન તો હશે કે નહીં…?? પણ અહીંયા તો સાંભળે જ કોણ પીડિત પરિવાર સહીત સમાજના અગ્રણીઓને તો પોલીસ સ્ટેશન બહાર ખદેડી મુક્યા હતા પીડિત પરિવારની દીકરીએ મીડિયા સમક્ષ ફોજદાર ભરાઈએ જે પ્રકારની ગાળો બોલી હતી તે શબ્દસઃ કહીં સંભળાવી હતી ફરિયાદી પીડિત પરિવાર સાથે આરોપી જેવું વર્તન ટાઉન પીઆઈ બી.કે. ભરાઈ અને હાજર પરના પોલીસ કર્મીઓએ કરતા પોલીસ તંત્રની વર્તણુક પર અનેક સવાલો પેદા થયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!