28 C
Ahmedabad
Friday, March 29, 2024

મોડાસા ટાઉન ફોજદાર ભરાઈને કેમ આવે છે ગુસ્સો…. ફરિયાદીના પરિજનોને કહ્યું,, તમારી *** નિકળો અહીંથી, મોટી સંખ્યામાં હતી મહિલાઓ


ફોજદાર ભરાઈની ફોજદારગીરી જોઈ અન્ય પોલીસ સ્ટાફ પણ દાદાગીરી પર ઉતરી આવ્યા, દંડા લઇ ફરિયાદી પાછળ દોડ્યા
ફોજદાર સાહેબ જ્યાં દંડા પછાડવાના હોય ત્યાં કેમ દંડાનો દમ નથી બતાવતા

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર છાશવારે ચર્ચાઓમાં આવી રહી છે. પોલિસ પ્રજાના મિત્ર તો ઠીક દુશ્મન બનવામાં વધારે રસ હોય તેવું લાગે છે.  મોડાસા ટાઉન પોલિસે ગુજરાત પોલિનું જે સુત્ર છે પોલિસ પ્રજાનો મિત્ર છે તેનો છેદ જ ઉડાવી દીધો છે કારણ કે, ફોજદાર ભરાઈનું જે રીતે વર્તન સામે આવે છે તેને જોતા હવે ફોજદાર દિવસે ને દિવસે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત ભલે માનવીય અભિગમ દાખવતા હોય પણ આ તમામ પર ટાઉન ફોજદાર ભરાઈ પાણી ફેરવી દે છે. વાત જાણે એમ છે કે, ડુંગરી વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના ઘટી હતી, જેને લઇને ફરિયાદ લેવાતી નથી અને તેઓની વાત સાંભળવામાં આવતી નથી, પરિવારજનો અને સમાજના આગેવાનો ટાઉન પોલિસ મથકે આવી પહોંચ્યા હતા. થોડીવારમાં ફોજદાર ગાડીમાં આવે છે અને શું છે આ બધુ, તેમ કહીંને ના બોલવા જેવું મહિલાઓની સમક્ષ પોતાના સુવાક્યો રજૂ કરી દીધા અને તે પણ જાણે તેઓ રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય તેમ. આટલું કહેતા જ ગાડીમાંથી પ્લાસ્ટીકની પાઈન જેવો દંડો કાઢ્યો અને ફેંક્યો અને તમામ ફરિયાદીના આગેવાનોને પોલિસ મથકેથી ખદેડી મુક્યા હતા.

Advertisement

ફોજદારના આવા શબ્દોથી લોકોમાં ચર્ચાઓ ચાલી, સાહેબ ઘરે પણ આવા જ સરસ મજાના વાક્યો બોલતા હશે કે શું…?

રાજ્ય સરકાર અને રાજ્ય પોલિસ તંત્ર પોલિસ અને પ્રજા વચ્ચે એક સમન્વય સ્થપાય તેવા પ્રયાસો હોય છે પણ આવા કેટલાક પોલિસ અધિકારીઓ પોતે ખાખી પહેરી હોય એટલે જાણે રાજા બની ગયા હોય તેવો અનુભવ કરી લે છે અને આખુ મલક તેમનું હોય અને તેઓ હુકમ કરે તેટલું જ થવું જોઈએ તેવું માનતા હોય છે, પણ આ લોકો ભૂલી જાય છે કે, તમે માત્ર સરકારી નોકર છે, તેમને કાયદો વ્યવસ્થા જાણવવા માટે સરકારે નિયુક્ત કર્યા છે નહીં કે, દંડો ઉગમવા અને મહિલાઓ તેમજ લોકોને જાહેરમાં અપશબ્દો બોલવા.

Advertisement

મોડાસા ટાઉન ફોજદાર ભરાઈ જ્યાં ગાજવાનું છે ત્યાં ગાજતા નથી અને બિચારા ફરિયાદીઓ પર ગાજીને સાબિત શું કરવા માંગ છે તે એક સવાલ છે. માત્ર ફરિયાદ કરવા માટે આવેલા લોકોને બહાર ખદેડી મુકે તે કેટલે અંશે વ્યાજબી છે તે પણ એક સવાલ છે. આવા લોકોને ટાઉન પોલિસ મથકે લાવીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે બગાડતા હોય તેવું લાગે છે. આવા ફોજદારોને હેડ ક્વાર્ટરમાં સ્થાયી નિયુક્તિ કરી દેવી જોઈએ કારણ કે, જે ફરિયાદીનું ન સાંભળે તેનું પોલિસ મથકે શું કામ છે તે પણ એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!