અરવલ્લી-સાબરકાંઠા જિલ્લો બન્યો પતંગોત્સવમય આકાશ રંગબેરંગી: ઉત્તરાયણ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી
સાંજે નવરાત્રી અને દિવાળી જેવો માહોલ ડીજે ના તાલે ગરબે જુમ્યા, રાત્રી આતશબાજી થી આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીએ કાપ્યો છે…..એ લપેટ…લપેટ..ના નારા સાથે રંગબેરંગી પતંગ આકાશે ચઢાવી પીપુડા,ઢોલ-નગારા અને ડીજે ના તાલે દિવસભર રંગારંગ રંગોત્સવ જાણે આકાશે જામ્યો હોય તેવી ઉલ્લાસભર ઉજવણી કરી હતી ઉત્તરાયણ પર્વમાં દાન નો મહિમા અનેરો હોવાથી બંને જિલ્લાના પ્રજાજનોએ ગાયને લીલો ઘાસચારો ખવડાવાની સાથે જરૂરિયાતમંદ લોકોને કપડા અને અનાજ સહિતનું દાન કરી પુણ્ય કમાવવાનો અહેસાસ અનુભવતા હતા ઉંધીયું,જલેબી,લીલવાની કચોરી ની જયાફત ઉડાવી હતી સાંજ પડતાની સાથે પતંગ રસિયાઓએ ડીજેના તાલે ડાન્સ સાથે ગરબા રમી આનંદ માણ્યો હતો અવનવા રંગબેરંગી પતંગથી આકાશ રંગીન બન્યું હતું વાસી ઉત્તરાયણ પર્વે અગાસી પર સાઉન્ડ સીસ્ટમ લગાવી અવનવા પતંગ ઉડાવી આનંદભેર બે દિવસ સતત ઉજવણી કરી હતી
મકરસંક્રાંતિ પર્વની દબદબા ભેર ઉજવણી કરવા બંને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો સહીત યુવાવર્ગ પતંગરસિયા,અબાલ વૃદ્ધ સૌ કોઈએ કાયપો છે…લપેટ…લપેટ ના ગગનભેદી અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઉત્તરાયણ પર્વ મનાવવા પતંગરસિયાઓ વહેલી સવારથી જ અગાસી અને ખુલ્લા મેદાનો અને જ્યાં પતંગ ઉડાડવા જગ્યા મળી ત્યાં પતંગ ચગાવતા આકાશ અવનવા રંગબેરંગી પતંગો થી છવાઈ ગયું હતું નાનબાળાકો,યુવાધન, વૃધ્ધો સૌકોઈ ને મનગમતો તહેવાર ઉજવણીના ઉંબરે આવી પહોંચતા આખો દિવસ આકાશી યુદ્ધ ખેલવા અને એકબીજાના પેચ કાપી વહેલી સવારથીજ સાઉન્ડ સીસ્ટમના સુરીલા સંગીત વચ્ચે તલ-સાંકળી,ચીક્કી અને ઉંધીયું જલેબીની અને ફાફડાની મિજબાની સાથે અગાસીઓ પર પરિવારજનો અને મિત્રો સાથે પીપુડાં,ગોગલ્સ,અવનવા કાર્ટૂન માસ્ક ટોપી સાથે સજ્જ બની અગાસી પર ખડકાયેલા જોવા મળ્યા હતા બપોર સુધી પવન મધ્યમ ગતિએ રહેતા પતંગ રસિયાઓ આનંદિત બન્યા હતા ડીજેના તાલે ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી સાંજ થતાની સાથે બંને જિલ્લામાં આતશબાજી અને ફટાકડા ફોડી ઉત્તરાયણ પર્વને વિદાય આપી હતી